કહેવાય છેકે સાચો પ્રેમ મેળવવા માટે કોઈને ધર્મ નડતો નથી આવી જ એક કહાની મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે અને હિન્દૂ યુવક સાથે લગ્નના સાત ફેરા ફરીને ઈકરામાંથી ઇશિકા બની ગઈ છે એવો જાણીએ વિગતે…
જોધપુરની રહેવાસી ઇશિકાને રાહુલ વર્મા નામના છોકરા સાથે લાંબા સમયથી પ્રેમ હતો બંનેએ સાથે જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ અલગ અલગ ધર્મના કારણે પરિવારવાળા બંનેના લગ્ન કરાવવા તૈયાર ન હતા ત્યારે યુવતી રાહુલ સાથે લગ્ન કરવા હિંદુ ધર્મ અપનાવવા સંમત થઈ હતી અને.
બંનેએ 7 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા યુવકના પરિવારે બંનેના લગ્ન મંદસૌરના ગાયત્રી પરિવારમાં હિંદુ રીતિ રિવાજ મુજબ કરવામાં આવ્યા અને લગ્ન કર્યા પહેલા પંચતત્વની પૂજા કરવામાં આવી હતી ઇકરાને ધાર્મિક વિધિઓ કરીને ઇશિકા બનાવવામાં આવી હતી અને સંપૂર્ણ હિન્દૂ ધર્મ અપનાવી બંનેએ લફન કરી લીધા.
મુસ્લિમ ધર્મ છોડીને હિન્દૂ બનેલી ઈશિકાએ હવે પોતાની સુરક્ષા માટે પોલીસ જોડે માંગણી કરી છે તેણે ફરિયાદ નોંધાવતી વખતે તેણે જણાવ્યું કે હવે મને જોધપુરમાં હાજર મારા પરિવાર તરફથી ખતરો છે યુવતીએ જણાવ્યું કે તેણીએ પોતાની મરજીથી હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો છે.