ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિ બિશ્નોઈનો જન્મ રાજસ્થાન જોધપુર ના નાનકડા ગામ બીરમી માં એક બિશ્નોઈ પરીવારમાં થયો હતો પશ્ચિમ રાજસ્થાનમાં ક્રિકેટ રમત પ્રત્યે લોકોનો ઓછો લગાવ અને ઓછી સુવિધાઓ ના કારણે તેમને પોતાના મિત્રો અને ક્રિકેટ પ્રત્યે નોલેજ ધરાવતા શિક્ષકો ની મદદ થી સ્પાર્ટન્સ ક્રિકેટ એકેડમી નામની.
એક એકડમી શરુ કરી ખુબ જ સર્ઘષમય તેમનું જીવન રહ્યું તેઓ એક મધ્યમવર્ગીય પરીવારમાં આવતા હતા તેમના પિતા માંગીલાલ બિશ્નોઈ જોધપુર ની એક સ્થાનિક સ્કુલમાં પ્રોફેસર છે રવી બિશ્નોઈ ચાર ભાઈ બહેનોમા અશોક થી નાના છે તો તેમની બે બહેનો રીન્કુ અને અનીતા તેમના થી નાની છે રવિ શરુઆત થી એક સ્પિનર નહોતા પરંતુ.
એક મધ્યમ તેજ બોલર હતા પરંતુ તેમને પોતાના કોઈ જ શાહરુખ ખાન પઠાણ ની સલાહથી ફીરકી બોલિંગ શરૂ કરી
રવીએ સાલ 2018 માં ધોરણ 12 નો અભ્યાસ છોડી દિધો તેઓ આ સમયે જયપુર રાજસ્થાન રોયલ્સ કેપંના નેટ પર મહાન ક્રિકેટર સાથે બોલીંગ ની પ્રેક્ટિસ કરતા હતા આ સમયમાં તેમની.
બોલિંગ ખૂબ જ પસંદ કરવામાં આવી અને તેમના કેરિયર માટે આ સુંદર અવસર હતો ક્રિકેટ તેને પસંદગીકારોએ એક વખત અંડર 16 ટ્રાયલ્સ માટે અને બે વાર અંડર 19 ટ્રાયલ્સ માટે રીજેક્ટ પણ કર્યો પરંતુ તેના કોચે તેને બીજી તક આપવા વિનંતી કર્યા પછી તે અંડર 19 રાજસ્થાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું રવિએ.
પોતાનું પ્રારંભિક શિક્ષણ જોધપુરની મહાવીર પબ્લિક સ્કૂલમાં પુરુ કર્યુ માર્ચ 2018 માં તેને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા છોડી દીધી હતી જ્યારે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા નેટમાં બોલિંગ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો ફેબ્રુઆરી 2019 માં તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન માટે ટી ટ્વેન્ટી માં તેને પોતાના.
ક્રિકેટ કેરિયર ની શરૂઆત કરી ત્યારબાદ રવિ બિશ્નોઈએ સપ્ટેમ્બર 2019 માં વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ એ માં પ્રવેશ કર્યો વારંવાર તેને પસંદગીકારોએ રિજેક્ટ કર્યો હતો પરંતુ તેના પરિવારજનો અને તેના મિત્રો અને તેની બોલિંગથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેના કોચ શાહરુખ ખાન પઠાને તેની રમતને આગળ.
વધારવા માટે પ્રેરણા આપી હતી તેણે રાજસ્થાન રાજ્યની ટીમના પસંદગીકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે તેને અંડર 16 અને અંડર 19 ટીમમાં ત્રણ વખત રિજેક્ટ કરવામાં આવ્યો પરંતુ તેને સર્ઘષમય જીવન સાથે ફરી થી પસંદગીકારો ને રીઝવવા ખુબ પ્રયત્ન કર્યા અને સફળતા મેળવી જેમાં તેના કોચ શાહરુખ ખાન પઠાન ની વિનંતીઓ.
પણ છુપાયેલી હતી 2019 ની વિનુ માંકડ ટ્રોફીમાં રાજસ્થાન માટે તેઓ મેદાનમાં ઉતર્યા અને પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું સાલ 2019 અંડર 19 ની ભારતીય ટીમ માં સ્થાન મેળવ્યું અને વર્લ્ડ કપ ની મેચમાં ભારત માટે નિર્ણાયક સાબીત બની ને 17 વિકેટો મેળવી અને ખુબ ચર્ચાઓ માં આવ્યા અને આવનારા સમય માં તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું.
ફેબ્રુઆરી 2022 માં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા તેઓ પોતાની ધારદાર બોલીંગ થી આજે ભારતીય ટીમમાં સફળ ક્રિકેટર બની ચુક્યા છે એક સામાન્ય પરિવારમાં થી આવતા રવિ બિશ્નોઈએ ખુબ સર્ઘષમય જીવન થી સફળતા મેળવી છે તેઓ જેના માટે પોતાના પરિવાર સાથે કોચ શાહરુખ ખાન અને મીત્રો ને જવાબદાર માને છે.