ઘણા બધા વિડીઓ માં ઘણા નામી અનામી કલાકારો બોલતા નજરે ચઢે છે કે સિંહ હંમેશા એકલો જ હોય સિંહના સામે કોઈ બાથ ના ભિડી શકે સિંહ એટલે જંગલનો રાજા એ ક્યારેય શિકાર કરવા ટોળામાં ના જાય પરંતુ એ કહેવતો ને ખોટી પુરવાર કરતો અહિયાં વિચિત્ર મામલો સામે આવ્યો છે સૌરાષ્ટ્રના અમરેલી વિસ્તારમાં જંગલને.
અડેલા અંતરિયાળ ગામડાઓ માં સિંહ ની અવરજવર એ સામાન્ય બાબત બની ચૂકી છે અવાર નવાર ગામડાઓમાં સિંહ રાત્રિના સમયે ઘુશી આવે છે સોશિયલ મીડિયા પર ઘણા બધા રાજુલા વિસ્તારના વિડીયો પણ સામે આવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં રાજુલાના કોવાયા ગામ થી મધ્યરાત્રી સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો જોતા લોકો અચરજ પામી ગયા છે સામે આવેલા વીડિયોમાં પાંચ સિંહ એક સાથે શિકાર કરવા માટે કોવાયા ગામમાં આવી પહોંચ્યા હતા અને તેમને એક આખલાનો ઘેરાવ કર્યો પાંચ સિંહ વચ્ચે રહેલો એક આખલો સિંહોને એવો ભારે પડ્યો કે તેઓ શિકાર ના કરી શક્યા સોશિયલ મીડિયા પર સામે આવેલા.
વીડિયોમાં જોઈ શકાય છે કે આખલો પાંચ સિંહના ટોળાની વચ્ચે ઉભો છે અને સિંહોને ટક્કર આપતો જોવા મળે છે આ પાચં સિંહ હાંફી ગયા હતા અને આખલાની હિંમત જોતા એક સિંહ દિવાલ કુદી ને ઉભી પૂંછડીએ ભાગી ગયો હતો જ્યારે બાકી રહેલા ચાર સિંહો પણ પીછેહઠ કરવા મજબૂર થયા હતા
આખલો ખુબ જોશ માં પોતાનો બચાવ કરી અને સિંહ ને ટક્કર આપતો જોવા મળ્યો હતો આવી ઘણી બધી અન્ય પણ ઘટનાઓ સામે આવી છે આ પહેલા જાફરાબાદના નાગેશ્રી ગામમાં એક આખલાનો સિંહો એ ઘેરાવ કર્યો હતો પરંતુ સિહંને ઉંચા કરીને પછાડતો આખલો આક્રમક અંદાજમા જોવા મળતા.
સિંહો ફફડી ને ચાલ્યા ગયા હતા આ વિડીઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો આ સિવાય રાજુલાના ભેરાઈ ગામમાં વીસ દિવસ પહેલા પાંચ સિંહ ગામમાં ઘુસી આવ્યા હતા અને એક આખલા ને પાડી દિધો હતો પરંતુ ખેડુતો આવી જતા સિંહ પીછેહઠ કરી ભાગી ગયા હતા તો ગીર નજીક ત્રણ મહીના પહેલા બે સિંહો એ એક ગાય ને.
શિકાર બનાવી તેના પર હુ!મલો કર્યો હતો પરંતુ ગાય પણ પોતાના જીવના બચાવમાં ડાલામથ્થા સાથે બાથ ભિડી રહી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત હોવા છતાં પણ આખરી શ્ર્વાસ સુધી ગાય લડી હતી અને આખરે ગાયનું રુદ્ર સ્વરૂપ જોતા આ બંને સાવજો ત્યાંથી ભાગી ગયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો.