Cli
વિદેશમાં જાવાનો શોખ હોય તો ચેતી જજો, કેનેડામા ભારતના યુવાને...

વિદેશમાં જાવાનો શોખ હોય તો ચેતી જજો, કેનેડામા ભારતના યુવાને…

Breaking

ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં જવા માટે સપના જોતા હોય છે તો ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા અને વધુ કમાવાની આશા સાથે વિદેશમાં પોતાના માતા પિતા ના સ્વપ્ન ને પુરા કરવા જાય છે ઘણા બધા એવા પણ યુવાનો છે જે પોતાની બાપદાદાની મિલકતને પણ ગીરવે મૂકીને વિદેશમાં જવાનું સ્વપ્ન જુએ છે.

પરંતુ એ વચ્ચે તાજેતરમાં એવો બનાવ સામે આવ્યો છે જેને લઈને હર કોઈ હેરાન રહી ગયું છે કેનેડા માં ઘણા ભારતીય લોકો વશવાટ કરે છે એ વચ્ચે કેનેડા માં વશતા એક પંજાબી યુવકે ખુદ ખુશી કરી લીધી છે તેના કેનેડામાં સાથે રહેતા મિત્રોએ તેના મૃતદેહને પંજાબ મોકલવાની વ્યવસ્થા કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના પટિયાલા ના ગગ્ગા ગામનો.

રહેવાશી અર્શદીપ વર્મા કેનેડામાં ઉચ્ચતર અભ્યાસ માટે ગયો હતો પરંતુ કોરોનાના સમય બાદ તે ખૂબ જ આર્થિક સંકડામણ આવી ગયો હતો તેની પાસે બે ટાઈમ નું જમવાના પણ પૈસા રહ્યા નહોતા જેમ તેમ કરી તે કામ કરી માત્ર જમવાના પૈસા કાઢી શકતો હતો એ વચ્ચે માનસિક તણાવમાં આવીને પંજાબી યુવકે ખુદ ખુશી કરી લીધી હતી.

સ્કુલોની ખુબ ઉંચી ફી હતી કોરોના ના સમય બાદ કેનેડામાં કંઈ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે જેના કારણે થોડી ઘણી બાકી રહેલી સંસ્થાઓમા ફિ વધુ વશુલવામા પણ આવી રહી છે જે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ છે તેમાં 9 થી 12 લાખ રૂપિયા ભારતીય વિદ્યાર્થીઓના અટવાયેલા છે જેને ઘણા વિદ્યાર્થીઓ પરત મેળવવા માટે.

પણ ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કેનેડામાં જે શૈક્ષણિક સંકુલ બંધ થયા છે તેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ થોડા સમય પહેલા રણજીત એ ન્યુ પરની ખાનગી સસ્થા ની બહાર બેસીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ તેમનો વિરોધ હતો કે 12 લાખ રૂપિયા ખર્ચને તેમને કેનેડા ઇન્સ્ટિટયૂટ માં એડમિશન મેળવ્યું હતું.

પરંતુ તે બંધ થઈ જતા પૈસા પણ પરત આપવામાં આવ્યા નથી અમને અમારા પૈસા પરત આપી દેવામાં આવે એનાથી એમને ભારતમાં રહીને અમારા અભ્યાસને પૂરો કરી શકીએ કેનેડાના ક્યુબેક પ્રાંતમાં આવેલી ત્રણ કોલેજને ફંડિંગ ના મળતા બંધ કરી દેવામાં આવી હતી સાથે મહેસાણા એક વિદ્યાર્થીએ.

આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે 25 લાખ ખર્ચીને લોકો અહીં ભણવા માટે આવે છે પરંતુ ભારતીય યુવાનો અંગ્રેજી ભાષામાં જાણકાર હોય છે પરંતુ અહીં આ ફ્રેન્ચ ભાષાને મહત્વ આપવામાં આવે છે કેનેડા ની સરકાર ફેન્ચ ભાષાને પ્રાધાન્ય આપવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડે છે.

આગળ જણાવતા તેને કહ્યું હતું કે 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ અહીં ફસાયેલા છે જેમના પાસે ત્રણ રસ્તા છે કેનેડા છોડીને ગુજરાત પરત આવી જવું અથવા 150 દિવસમાં કોલેજ બદલવી અને ત્રીજો રસ્તો વિઝીટર વિઝા પર પોતાનો અભ્યાસ પૂરો કરવો તેમની સ્થિતિ અત્યારે ન ઘરના ના ઘાટના જેવી સર્જાઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *