કહેવાય છે કે માતાપિતા અને પતિપત્ની સિવાયના આજના તમામ સંબધો સ્વાર્થના હોય છે.માતાપિતા પછી પતિ કે પત્ની જ એ વ્યક્તિ હોય છે જે કોઈપણ પરિસ્થતિમાં તમારો સાથ નિભાવતા હોય છે.
પરંતુ આજના યુગમાં હવે પતિપત્ની ના સંબંધોમાં પણ સ્વાર્થનો પેસારો થયો છે.લગ્નેત્તર સંબંધોના કિસ્સા દિવસે ને દિવસે વધતા જાઈ રહ્યા છે હાલમાં જ પ્રયાગરાજથી કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ પત્ની પર લગ્નતર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ પત્નીએ પતિ પર દહેજનો આરોપ લગાવ્યો છે.
ખબર અનુસાર પ્રયાગરાજના સફાઈકર્મી આલોક મૌર્યના વર્ષ ૨૦૧૦માં જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ યુવતીએ અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા સફાઈકર્મી હોવા છતાં આલોકે પત્ની ને કોચિંગ ક્લાસ મોકલી સરકારી પરીક્ષાની તૈયારી કરાવી હતી.
જે બાદ જ્યોતિ પરીક્ષામાં પાસ થઈ અને તેને એસડીએમ પદ પર નોકરી પણ મળી ગઈ.જ્યોતિએ તેના પતિ અને પરિવાર સાથે આ ખુશીની ઉજવણી પણ કરી. પરંતુ પતિના જણાવ્યા અનુસાર નોકરી પર જતા જ પત્ની જ્યોતિએ તેના અને તેના પરિવાર વિરૂદ્ધ દહેજની માંગ કરવાનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો.
સાથે જ આલોકનો દાવો છે કે તેની પત્ની જ્યોતિના હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ દુબે નામના વ્યક્તિ સાથે નજીકના સંબંધ છે જે વિશે જાણ થતા જ તેને જ્યોતિ પાસે તલાક લેવા કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તેનો કોઈ નિર્ણય થાય તે પહેલા પત્નીએ દહેજનો કેસ દાખલ કર્યો
આલોકનું કહેવું છે કે હાલમાં મનીષ દુબે અને જ્યોતિના ભાઈથી તેના જીવને જોખમ છેઉલ્લેખનીય છે કે જ્યોતિ એ પણ પતિ વિરૂદ્ધ તલાક માટે અરજી કરી છે.સાથે જ તેનું કહેવું છે કે આલોક તેનો મોબાઈલ ખોટી રીતે ચેક કરતો હતો.જણાવી દઈએ કે આલોક અને જ્યોતિને સંતાનમાં બે દીકરીઓ છે.