Cli
jecklin fernandice new car

બાપ રે બાપ…અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિજે ખરીધ્યું મુંબઈમાં આલીશાન ઘર, અંદરની તસ્વીરો જોઈને તમે પણ રહી જશો દંગ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડિઝનું નામ તો તમે સાંભળ્યું જ હશે,કિક,ઢીશુમ જેવી ફિલ્મોથી બોલિવુડમાં લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રી ગત વર્ષે પોતાના પ્રેમપ્રકરણને કારણે ખૂબ જ ચર્ચામાં જોવા મળી હતી.

ગત વર્ષે સુકેશચંદ્ર શેખર નામના ઠગ સાથે નામ જોડતા અભિનેત્રીને અનેકવાર પોલીસ અને અન્ય અધિકારીઓના ધક્કા ખાવા પડ્યા હતા. એટલુ જ નહિ આ કેસને કારણે અભિનેત્રીને અનેક ફિલ્મોથી બહાર પણ કરવામાં આવી હતી જેને કારણે તેનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

જો કે સુકેશ સાથેના સંબંધની ચર્ચા હજુ હમણાં જ ઠંડી પડી છે ત્યાં જેક્વેલિન ફર્નાન્ડિઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે.હાલમાં જેક્વેલિન પોતાના નવા ઘરને કારણે ચર્ચામાં આવી છે જેની કિંમત ૧૨ કરોડ કહેવામાં આવી રહી છે.

જેક્વેલિન ફર્નાન્ડિઝ એ હાલમાં જ બાંદ્રાના પાલી હિલ્સમાં એક ફ્લેટ ખરીદ્યો છે. જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જણાવી દઈએ કે આ પહેલા જેક્વેલિન ફર્નાન્ડિઝ જુહુમાં પ્રિયંકા ચોપડા ના ઘરમાં રહેતી હતી જે તેને વર્ષ ૨૦૨૧માં ૭કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

જણાવી દઇએ કે જેક્વેલિનના આ નવા ઘરમાં સ્વિમિંગ પૂલ અને જીમની સુવિધા છે.તેનું ઘર ૧૧૧૯ થી ૨૫૫૭ જેટલી જગ્યામાં ફેલાયેલું છે.જો કે જેક્વેલિન ફર્નાન્ડિઝ એ હાલમાં આ ઘર વિશે કોઈ જાણકારી આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *