બૉલીવુડ એક્ટર ઝાયેદ ખાન એવા લથડાયા કે એમને ખુદને સંભાળવા મુશ્કેલ થઈ ગયા પત્ની સાથે એક રેસ્ટોરેન્ટમાં પહોંચેલ ઝાયેદ ખાન જયારે બહાર નીકળ્યા ત્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા તેના બાદ તેઓ મીડિયા પર ભડકતા બોલ્યા શું તમારા વગર હું મારી પત્નીને ડિનર પર નથી લઈ શકતો ઝાયેદે.
મીડિયાને વિનંતી કરી કે તેની માત્ર ફોટો જ લેવામાં આવે પરંતુ મીડિયાએ અહીં એમનો ચુપકીથી વિડિઓ પણ લઈ લીધો વિડીઓમાં જોઈ શકાય છેકે ઝાયેદ ખાનની આંખો બંદ થઈ રહી છે અને તેઓ સરખી રીતે ઉભા પણ નથી રહી શકતા ઋત્વિક રોશનના સાળા અને સુપર સ્ટાર સંજય ખાનના પુત્ર ઝાયેદ ખાને વર્ષ 2003 માં પોતાના કરિયરની.
શરૂઆત ફિલ્મ ચુરા લિયા હે તુમને થી કરી હતી તેના બાદ તેઓ મેંહું ના શબ્દ અને બ્લ્યુ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા પરંતુ ઝાયેદનું કરિયર ક્યારેય ચાલી ન શક્યું બોલીવુડમાં તેઓ પોતાની ઓળખાણ બનાવવા સફળ ના રહ્યા ઝાયેદ છેલ્લીવાર 2013 માં શરાફત ગઈ તેલ લેવા ફિલ્મમાં જોવા મળ્યા હતા તેના બાદ તેઓ મોટા પડદાથી ગાયબ થતા ગયા.