બૉલીવુડના સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેઓ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે તેના સાથે તેઓ એમની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મ પ્રમોશનમાં પણ જોરશોરથી લાગેલ છે તેના વચ્ચે આલિયા ભટ્ટનો પ્રેગન્સી લુક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના લાગેલ છે બૉલીવુડનું આ કપલ હાલમાં જ સાથે મીડિયા સામે સ્પોટ થયું આલિયા ગુલાબી રંગના ટોપ અને બ્લેક પેન્ટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે આલિયા અને રણબીરની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
સામે આવેલ ફોટોમાં જોઈ શકાય છેકે આલિયા અને રણબીર એમના આવનાર બાળક માટે ખુબ જ ખુશ છે રણબીરના ચહેરા પર ખુશીની ચમક જોઈ શકાય છે આલિયા ભટ્ટે તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીછે આ ફોટા શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે લખ્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ બનેલ છે રણબીર અને આલિયા પહેલીવાર મોટા પડદા પર એક સાથે જોવા મળશે એમની આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં બંને શિવાય મેઘા સ્ટાર અમિતાભ બચ્ચન મૌની રોય અને અક્કી નેની નાગાર્જુન જોવા મળશે.