પ્રેમ ને કોઈ વાત જાત ધર્મ દેશના બધંનો નથી નડતા અને પ્રેમ મેળવવા માટે પ્રેમી સાત સમુદ્ર પાર પણ આવે છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાત સમુદ્ર પારથી વિદેશી યુવક રાજકોટ માં જાન લઈને આવી પહોંચ્યો હતો સમગ્ર ઘટના અનુસાર રાજકોટ માં રહેતા બાબરીયા પરીવારની.
દિકરી ધૃતી સ્લોબેનીયા અભ્યાસ કરતી હતી તેને કેમ્બ્રિજની ઓક્ષફ્રોડ યુનિવર્સિટી માં અભ્યાસ કરીને ત્યાં જ નોકરી મળી હતી આ દરમિયાન સ્લોબેનીયાના જ યુવાન માર્ક સાથે પ્રેમ થયો હતો બંને એક સાથે અભ્યાસ કરતા હતા એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા અને.
બંને એ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ ધૃતી ઈચ્છતી હતી કે માતા પિતા ની મંજુરી સાથે તે ભારતમાં જ પોતાના રીતી રીવાજો થી લગ્ન કરવા માંગે છે માર્ક ના પરીવારજનો આ વાત થી સહમત થયા અને માર્ક પોતાના પરીવાર સાથે રાજકોટ આવ્યો અને ધૃતીના પરીવારજનો ની.
સહમતી થી તેમના લગ્ન ધામધૂમથી એક પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યા આ સમયે વિદેશી લોકો ને પોતાની ધરતી પર વરરાજા રુપે જોઈ ઘણા લોકો આ જોડી ને જોવા માટે આવ્યા હતા પરીવારજનો ના આર્શીવાદ મેળવી ને ધૃતી સ્લોબેનીયા પોતાના પતિ માર્ક સાથે રવાના થઈ હતી.