એસીબીની ટીમે આર્યન ખાનના મામલે એક શખ્સને બોલાવવામાં આવ્યા હતા અને તેમના સાથે પુછતાછ કરવામાં આવી હતી તે વ્યક્તિ શાહરુખ ખાન સાથે વર્ષોથી કામ કરે છે તે વ્યક્તિ છે શાહરુખખાનનો ડ્રાઇવર જે ડ્રાઇવર આર્યનખાન અને અરબાઝ મર્ચન્ટને છોડવા માટે ટર્મિનલ સુધી ગયો હતો તે ડ્રાઈવરને આજે એનસીબીએ બોલાવ્યો હતો.
બેત્રણ કલાક સુધી તે ડ્રાઇવર સાથે પુછતાછ કરવામાં આવી હતી આ ડ્રાઈવરને બોલાવવા પાછળનું કારણ એ હતો કે જે પંચનામુ આજે બહાર પડ્યું છે તે પંચનામામાં માહિતી આપેલી છે કે અરબાઝએ કહ્યું હતું કે તેના પાસે પાવડર છે અને આર્યનખાન સાથે મળીને તેણે તે પાવડર પહેલા પણ લીધો હતો એટલે કે ક્રુઝમાં આવતા પહેલા પણ તે પાઉડર લઈને આવ્યા હતા.
આ બાબતે ડ્રાઇવરને આજે બોલાવવામાં આવ્યો હતો અને એનસીબીની ટીમે આ મામલે ચાર પાંચ જગ્યા ઉપર છાપો માર્યો છે તે ડ્રાઈવરને પૂછવા માટે કે ક્રુઝ પર આવતા પહેલા તેમણે કોઈ પાવડર લીધો હતો અને લીધો હતો તો તે કઈ જગ્યા પરથી લીધો હતો તે બધી બાબતોની જાણકારી માટે આજે ડ્રાઈવરને બોલાવવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવર એજ હતો જેણે આર્યનખાન અને અરબાઝ મર્ચન્ટને ટર્મિનલ પર છોડયા હતા તેમની પૂછતાછ કરી લેવામાં આવી છે અને તેમને જે જાણકારી આપી છે તેની નોંધણી કરી લેવામાં આવી છે આર્યન ખાન અત્યારે જેલમાં છે અને તે કાલે પણ જેલમાં રહેશે સોમવારે સતીશ માંનશિંદે સેસન્સ કોર્ટમાં અપીલ કરવાના છે અને જોઈએ કે તે કોર્ટ અરજી સ્વીકારે છે કે નહીં.