વર્ષ ૨૦૦૯માં શરૂ થયેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ લોકોના મનમાં એક સ્થાન ધરાવે છે હાલમાં જ આ સિરિયલમાં કામ કરનાર એક અભિનેતા ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકાનું નિધન થયું છે ત્યારે દર્શકો એ રાહ જોઈને બેઠા હતા કે હવે નટુકાકાની જગ્યા પર કોને લેવામાં આવશે તો તમને જણાવી દઈએ કે દર્શકોની રાહનો અંત આવ્યો છે.
શોના પ્રોડ્યુસર આસિત મોદીએ નટુકાકાના પાત્રને લઈને એક જાહેરાત કરી છે આસિત મોદીએ નક્કી કર્યું છે કે શોમાં નટુકાકાના પાત્રને રિપ્લેસ કરવામાં નહિ આવે આસિત મોદીએ જણાવ્યું છે કે નટુકાકાના પાત્રની એક અનોખી છાપ દર્શકોના હૃદય પર છપાઈ ગઈ છે લોકો તેમને ચાહે છે.
આસિત મોદીને ડર છે કે જો તેઓ નટુકાકાના પાત્ર માટે કોઈ બીજા અભિનેતાને લાવશે તો લોકો તેનો સ્વીકાર કરશે જ નહિ આ જ કારણ છે કે આસિત મોદીએ નટુકાકાના પાત્રને કોઈ બીજા કલાકાર પાસે કરાવવાને બદલે શોમાં એક નવા કલાકારને લાવવાનો વિચાર કર્યો છે જે નટુકાકાની જગ્યા પર દિલીપ જોષી એટલે કે જેઠાલાલ સાથે દુકાનનું ધ્યાન રાખી શકે.
જો કે અહિયાં પણ તમારી ઉત્સુકતાનો અમે અંત કરી દઇએ અને જણાવી દઇએ કે જે નવું વ્યક્તિ શોમાં જોવા મળવાનું છે તે બીજી કોઈ નહિ પરંતુ મોનિકા ભાદોરિયા ઉર્ફે બાવરી છે જે પહેલા બાઘા ઉર્ફે તન્મયની પ્રેમિકાના પાત્રમાં સિરિયલમાં જોવા મળી હતી અને થોડા સમય બાદ શો છોડી દીધો હતો.
જો કે આસિત મોદીના આ નિર્ણયથી શોમાં નટુકાકાની જગ્યા તો પુરાઈ જશે પરતું શોમાં નટુકાકાના ડાયલોગ અને એમની મસ્તી હંમેશા યાદ આવશે જ અને હમેશા શોમાં નટુકાકાની ઉણપ જરૂર દેખાશે ભલે ગમે તે દુકાન માટે આવે પણ નટુકાકા તો નટુકાકા હતા ભાઈ એમના તોલે કોઈ આવી શકશે નહીં તમારો આ વીશે શું અભિપ્રાય જણાવી શકો છો.