બોલીવુડના અભિનેતા કે અભિનેત્રીના અંગત જીવન અંગે,તેમની પ્રેમિકા કે પ્રેમી અંગે તો તમે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ શું તમે ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા કે ગાયકોના અંગત જીવન,તેમના પરિવાર કે પત્ની અંગે જાણો છો.
આજે ગુજરાતી ફિલ્મો ભલે બોલીવુડ ફિલ્મથી આગળ નીકળી હોય પરંતુ ગુજરાતી કલાકારો અંગે કોઈપણ વ્યક્તિ પાસે પૂરતી જાણકારી હોતી નથી.તો આજે અમે તમને તમારા ગમતા ગુજરાતી અભિનેતાની પત્ની તેમજ તેમના પરિવાર અંગે જણાવીશું.
સૌપ્રથમ વાત કરીએ વિક્રમ ઠાકોર અંગે તો એકવાર પિયુને મળવા આવજે ફિલ્મથી ગુજરાતી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર આ અભિનેતા અને ગાયક ની પત્ની નું નામ તારા છે.તેમને એક દીકરો અને દીકરી છે.જણાવી દઇએ કે વિક્રમે ફિલ્મોમાં આવતા પહેલા લગ્ન કર્યા હતા.
વાત કરીએ ગમન સાંથલ અંગે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ભુવાજી નામે લોકપ્રિય બનનાર આ કલાકારે પ્રેમલગ્ન કર્યા છે.તેમની પત્ની મિત્તલે જ એક રમેણ દરમિયાન તેમને જોઈને પસંદ કરી લીધા હતા. જે બાદ પરિવારની પરવાનગીથી બંનેના લગ્ન થયા હતા.
વાત કરીએ ઘાયલ દિલના ગીતો માટે જાણીતા જીજ્ઞેશ બારોટ ની પત્ની અંગે તો તેમની પત્નીનું નામ એકતા છે અને તે ખૂબ સુંદર છે.આ ઉપરાંત વાત કરીએ કમલેશ બારોટ અંગે તો ટીમલી ગીતોના બાદશાહ ગણાતા આ ગાયકની પત્ની પણ ખૂબ સુંદર છે.
જે બાદ વાત કરીએ ચંદન રાઠોડ વિશે તો ધૂળકી તારી માયા લાગી ફિલ્મથી લોકપ્રિયતા મેળવનાર આ અભિનેતાની પત્નીનું નામ પ્રીત મુલાની છે.વાત કરીએ હિતેન કુમાર અંગે તો વિલન બનવાની ઈચ્છા સાથે ફિલ્મી ક્ષેત્રમાં પગ મૂકનાર અને હાલમાં એક હીરોની ઓળખ બનાવનાર આ અભિનેતાની પત્નીનું નામ સોનબા કુમાર છે.