બોલીવુડના કયા અભિનેતા કે સિંગર પાસે કઈ કાર છે,તેની કિંમત શું છે તે અંગે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.પરંતુ શું તમે ક્યારેય ગુજરાતી અભિનેતા કે સિંગરના કાર કલેક્શન તેમજ તેની કિંમત અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે?
નહિ?તો ચાલો આજે અમે તમને તમારા ગમતા અને ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિયતા ધરાવતા કેટલાક અભિનેતા અને ગાયકોના કાર કલેક્શન તેમજ તે કારની કિંમત અંગે જાણકારી આપીશું.
સૌથી પહેલા વાત કરીએ ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ અભિનેતા વિક્રમ ઠાકોર અંગે તો ગાંધીનગરમાં પોતાના પરિવાર સાથે રહેતા આ અભિનેતા પાસે ફોર્ડ એન્ડેવર અને ઓડી બે કાર છે.
વાત કરીએ ચાર ચાર બંગડી ગીત દ્વારા ગુજરાતમાં લોકપ્રિય બનેલા કિંજલ દવેના કાર કલેક્શન વિશે તો તેમની પાસે ૧૪ લાખની ટોયોટા ઇનોવા અને ૧૨ લાખની કિયા કાર છે.સાથે વાત કરીએ ગીતા રબારીના કાર કલેક્શન વિશે તો તેમની પાસે ૮લાખની સ્વિફ્ટ ડિઝાયર અને ટોયોટા ઇનોવા કાર છે.
જે બાદ વાત કરીએ મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટના કાર કલેક્શન વિશે તો તેમના કાર કલેક્શનમાં ટોયોટા ફોર્ચ્યુનર તેમજ ક્રેટા કાર છે.સાથે વાત કરીએ કાજલ મહેરિયા વિશે તો તેમની પાસે ૩૦લાખની ટોયોટા ફોર્ચ્યુનાર,૧૩ લાખની થાર અને ૧૮ લાખની મહિન્દ્રા સ્કોર્પિયો છે.