નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ક્યાં અટવાઈ ગયું છે એની વિસ્તારથી વાત કરીશું સાથે જ અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે અને અલગ અલગ સિસ્ટમ જે પસાર થઈ રહી છે એના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે કયા જિલ્લાઓમાં પહેલા એલર્ટ છે વિડીયોમાં ક્યાં વરસાદ બતાવી રહ્યા છે એની વાત કરીએ તો તમે જુઓ કે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગ અને સાથે જ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ બતાવે છે એટલે અહીંયા જૂનાગઢ વાળો આખો જે પટ્ટો છે
ત્યાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં પણ વરસાદની આજે સંભાવના છે કારણ કે મોરબીની આસપાસ ગાંધીધામની આસપાસ વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે ત્યાં પણ શાંત સુધીમાં વરસાદ છૂટો છવાયો પડે વિરમગામમાં વરસાદની આગાહી છે વહેલી સવારે આઠ 9:00 વાગ્યાની આ સ્થિતિ છે. જેમ જેમ દિવસ જશે એની તીવ્રતા ઓછી થતી દેખાય છે. દરિયાગાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે. પોરબંદરથી લઈને મહુવાથી લઈને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં સાથે જ વાપીમાં પણ વરસાદની સંભાવના છે એટલે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી એક બે દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે મોડી રાત સુધીમાં અમદાવાદથી
લઈને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે 16 તારીખે તમે જુઓ કે એ થોડુંક એનો વિસ્તાર વધતો જશે એટલે જે સૌરાષ્ટ્રના ભાગ છે ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં દરિયાકાંઠા સિવાય રાજકોટ મોરબી સુરેન્દ્રનગરવાળા વિસ્તારમાં વરસાદ પડશે કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે અને ધીરે ધીરે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે કારણ કે ઇન્દોરની આસપાસ અહીંયા એક સિસ્ટમ જે છે એની અસર થઈ રહી છે અને એટલે એ સિસ્ટમની જ્યારે અસર થાય છે ત્યારે દરિયાકાંઠાથી લઈને મધ્ય ગુજરાત સુધી એની અસરો દેખાશે 17 તારીખે થોડો ભારે વરસાદ પડે તેવી સંભાવના છે પાકિસ્તાન તરફથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમો છે એ પસાર થઈ રહી છે અને એટલે એની અસરો પણ થતી રહેવાની છે અરબી સમુદ્ર અને બંગાળની ગાડી બંને એક્ટિવ છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તમે જુઓ કે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી લઈને ભુવનેશ્વરથી લઈને મહારાષ્ટ્ર સુધી એની અસર થવાની છે સિસ્ટમ ત્યાં સુધી ટ્રક જે છે એ ખેંચાઈને આવશે પણ મુખ્ય વાત એ કે આપણું ચોમાસુ ક્યાં રહી ગયું છે મહારાષ્ટ્રમાં ચોમાસુ અડધે સુધી પણ નથી
પહોંચ્યું હજી સુધી તો ગુજરાતમાં ક્યારે પ્રવેશ થશે 15 તારીખ એ સંભવિત તારીખ હતી કે નોર્મલ 15 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશી જતું હોય પરંતુ ઘણી બધી વાર એવું થતું હોય કે જ્યારે બંને તરફથી પવન આવતા હોય એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેના પવન આવતા હોય તો આ કા તો એ ચોમાસાને વેગ આપે અને કા તો પછી અલગ અલગ સિસ્ટમને કારણે ચોમાસું ત્યાં મોન્સૂન બ્રેક લાગી જતી હોય છે અને મહારાષ્ટ્ર પહોંચ્યા પછી પણ અત્યારે ચોમાસા પર મોન્સૂન બ્રેક લાગી હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે. 20 તારીખની આસપાસ જે ચોમાસું છે એ વધારે આગળ વધતું દેખાય છે કારણ કે આ દરિયાકાંઠાનો આખો વિસ્તાર જે છે મહારાષ્ટ્રનો ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડતો દેખાય છે. ધીરે ધીરે 20 તારીખ સુધીના ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગ શું આગાહી કરે છે હવામાન વિભાગ જે સેટેલાઈટ મેપ આપે એમાં તમે જુઓ કે અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે એટલે રાજસ્થાન ઉપરથી પસાર થશે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને એની અસર થવાની છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનેલી છે જે ધીરે ધીરે વિશાખાપટ્ટનમ તરફ તરફ આગળ વધશે એની પણ આપણે વાત કરી હતી એટલે ગુજરાતમાં હજી ચોમાસાને તો વાર છે એટલે ચોમાસુ હજી પહોંચ્યું નથી
પણ એની અસરો જે છે ચોમાસા પહેલાનો જે વરસાદ છે એ ધીરે ધીરે વધી રહ્યો છે. આ તમે જુઓ કે આ આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું છે એનો આખો મેપ છે હવામાન વિભાગ આપે છે. બ્લ્યુ લાઈન જે દેખાય છે એક્ચ્યુલીમાં ચોમાસું ક્યાં છે અત્યારે એ સ્થિતિ બતાવે છે. રેડ લાઈન છે એ નોર્મલ તારીખ સુધી ત્યાં પહોંચી જવું જોઈએ એવી સંભાવનાઓ માટે છે 8 તારીખથી 14 તારીખ સુધીમાં મહારાષ્ટ્રનો આટલો ભાગ જ હજી ચોમાસાએ કવર કર્યો છે ધીરે ધીરે આગળ વધ્યું છે અને ઉપરના પ્રદેશો તરફ ભવ્યું છે હવે એ મહારાષ્ટ્રનો પૂરો ભાગ જ્યારે કવર કરે એના પછી ગુજરાતના દક્ષિણના ભાગથી ચોમાસું પ્રવેશે 15 તારીખ આપણે કહી એમ સંભવિત રીતના પ્રવેશી જવું જોઈતું હતું 10 તારીખ સુધીમાં અડધું મહારાષ્ટ્ર કવર થઈ જાય એટલો વરસાદ પડી જવું જોયું તો હતું પરંતુ અત્યારે સ્થિતિ નથી આ વખતે જે ચોમાસાની પેટર્ન છે એ પણ બદલાઈ છે તમે જુઓ કે જેમ જેમ આ બધા જ તમે જુઓ કે અરબી સમુદ્રમાંથી જે રીતના ચોમાસુ આ બાજુ તમે જુઓ કે આમ જે વળાંક લઈને જાય છે આ વખતે એકદમ સીધી લાઈન દેખાય છે
એટલે ચોમાસા એ પશ્ચિમ અને પૂર્વના જે પવનો છે એ પણ એને અસર કરે છે અને આ વખતે સંભવિત રીતના જો ચોમાસુ પ્રવેશે છે તો માત્ર દક્ષિણના ભાગો નહીં પણ અડધા સૌરાષ્ટ્રને પણ એની અસર થાય એના પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છને અસર થાય એવી રીતના ચોમાસુ પ્રવેશ છે એટલે એટલે આ વરણાંક જે દેખાય છે એવો વર્ણાંક ન પણ હોય સીધી દિશામાં સીધી લાઈનમાં તમને ચોમાસું આગળ વધતું દેખાય એટલે એ ધીરે ધીરે જેમ જેમ આગળ વધશે એ મોટા ભાગે દક્ષિણના ભાગથી આગળ વધી અને પછી મધ્યના ભાગોને પણ કવર કરશે અને સૌરાષ્ટ્રના ભાગને પણ કવર કરે એવી સંભાવના છે હવે મહારાષ્ટ્રથી ચોમાસું કેવી રીતના આગળ વધે છે અને કેમ અટવાયેલું છે એની અલગ અલગ આપણે જે વાત કરી કે અલગ સિસ્ટમો જે બની રહી છે એ સિસ્ટમ કા તો ચોમાસાને વેગ આપે કા તો પછી એને થોભી રાખે અને અત્યારે સ્થિતિ એ છે કે બંને બાજુથી જેટલી સિસ્ટમોબ બને છે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ રાજસ્થાન તરફ આવી રહી છે એની અસરને કારણે પણ ચોમાસુ અત્યારે ક્યાંક અટવાયેલું દેખાઈ રહ્યું છે. બાકી વિધિવત રીતના ચોમાસુ જ્યારે પ્રવેશ છે મહારાષ્ટ્રમાં અડધે સુધી ચોમાસુ ક્યારે પહોંચે છે એના પછી આપણે તારીખ નક્કી કરી શકીએ કે ગુજરાતમાં પણ એક્ઝેટ આ તારીખની આસપાસ ચોમાસુ પ્રવેશી જાય તમારે ત્યાં વાતાવરણ કેવું છે અત્યારે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો