Cli

ગુજરાતમાં ચોમાસું આવ્યા પછી પણ કેમ વરસાદ ગાયબ છે? કયા જિલ્લાઓમાં એલર્ટ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને આપણે બધા જ ચોમાસા આવવાની રાહ જોઈ રહ્યા હતા ચોમાસું આવી ગયું એના પછી હવે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે બાકીના આખું ગુજરાત જેવું છે કે જ્યાં વરસાદનું એક ટીપુ પણ નથી પડ્યું એ જ એ વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અને હવે ટૂંક સમયમાં એ વરસાદ પડે એવી સંભાવના છે એટલે જ્યારે આવી આગાહીઓ કરી રહ્યા છીએ ત્યારે હવામાન વિભાગે ગઈકાલે જે આગાહી કરી એમાં એમનું એવું કહેવું હતું હવામાન વિભાગ ભાગનું કે હજુ એક અઠવાડિયું એવું રહેવાનું છે

કે એકદમ સામાન્ય છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારોમાં પડે પહેલી જુલાઈ પછી વાતાવરણમાં એકવાર પલટો આવશે અને એના પછી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એટલે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર દેખાઈ રહી છે અને ત્યાં પણ એકદમ સામાન્ય અસરો છે પણ કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે ત્રણ દિવસ સુધી તો એકદમ છૂટો છવાયો વરસાદ પડવાનો છે બધા જ એવું કહી રહ્યા છે કે ચોમાસું નબડું પડ્યું છે પણ એવી સ્થિતિ અત્યારે નથી ચોમાસું નબડું નથી પડ્યું અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ સામાન્ય મધ્યમ વરસાદ છે જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જે વરસાદ પડશે એ સારો એવો વરસાદ લઈને આવે એવી સંભાવના છે અત્યારે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગવાળા પટ્ટામાં વરસાદ આજે પડે તેવી સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે ભાવનગરથી લઈને વેરાવળનો દરિયાકાંઠાનો પટ્ટો સાથે અમરેલીમાં રાજકોટમાં આ બધી જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે. અમરેલી અને રાજકોટ અને સુરેન્દ્રનગરવાળા પટ્ટામાં એકદમ છૂટો છવાયો વરસાદ બે દિવસથી પડી રહ્યો છે સામાન્ય મધ્યમ વરસાદ છે 28 તારીખે તમને જુઓ કે અહીંયા એક સિસ્ટમ બનેલી છે

જેની અસર આખા મધ્ય ગુજરાતને થાય તેવી સંભાવના છે એટલે 28 તારીખે ફરીથી થોડી તીવ્રતામાં વધારો થશે વરસાદનો અને આ સિસ્ટમને કારણે દાહોદ ગોધરા વાળો જે વિસ્તાર છે સાથે જ વડોદરાનો જે અમુક વિસ્તાર વડોદરામાં આવતો અમુક વિસ્તાર કે પછી અમદાવાદની આસપાસના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે ખેડામાં નળિયાદમાં બધા બધા વિસ્તારોમાં વરસાદ પડે એવું અત્યારે લાગી રહ્યું છે. રાજસ્થાનમાં પણ એની અસર દેખાશે એટલે 28 તારીખે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. 29 તારીખની આસપાસ તમે જુઓ કે સ્થિતિ સાવ નોર્મલ થતી દેખાય છે એટલે સિસ્ટમની અસર પણ નથી અને આખા ગુજરાતમાં સાવ થોડો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે. પાછી તમે જુઓ

કે દક્ષિણ ગુજરાત અને એ બધા જ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડશે કારણ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે ભારે કરંટ 29 તારીખની આસપાસ આવશે અને એના કારણે જે સિસ્ટમની અસરો છે એ આખા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે 29 તારીખની આસપાસ સુરતથી લઈને વલસાડ ડાંગ અને આ વ્યારા વાળો જે આખો પટ્ટો છે વાપીમાં વરસાદ પડશે બિલીમોરામાં વરસાદ પડશે અને બીજા મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે એટલે મુંબઈમાં પણ તમે જુઓ કે ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે. અહીંયા એકદમ રેડ કલર આ જે દેખાય છે એ લો પ્રેશર સિસ્ટમ બનેલી છે એટલે ચોમાસુ ધીરે ધીરે ફરીથી મજબૂત થાય એવી સંભાવનાઓ છે. અત્યારે નબળું ચોમાસું નથી ચોમાસુ જે સ્થિતિ જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે ચોમાસુ જે છે એ દક્ષિણ ગુજરાતમાં આવી અને પછી બાકીના વિસ્તારોમાં ક્યારે વરસાદ પડે એની રાહ જોવાતી હતી. 29 તારીખથી તમને વાતાવરણમાં પલટો દેખાશે દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે

મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે 30 તારીખે પણ સ્થિતિ એકદમ સામાન્ય અત્યારે તો દેખાઈ રહી છે પણ પહેલી તારીખથી આખા ગુજરાત ભરમાં વરસાદ પડે એવું અત્યારે હવામાન વિભાગનું કહેવું છે વિંડીમાં જોઈએ તો પણ આપણને ખબર પડે કે દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ પડવાનો છે 28 તારીખ પછી 28 29 30 તારીખે સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે 30 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ગુજરાત એ કોરું રહેવાનું છે અમદાવાદમાં વરસાદ પડે કે પછી મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય તો ઉત્તર ગુજરાતના લોકોએ રાહ જોતા હોય કે હવે ઉત્તર ગુજરાતમાં પણ 24 કલાક કે પછી 48 કલાકમાં સારો વરસાદ પડશે પણ એ મધ્ય ગુજરાત અને અમદાવાદના વિસ્તારોમાં પણ એટલો વરસાદ નથી દેખાતો એટલે ઉત્તર ગુજરાતને હજી થોડીક રાહ જોવાની છે કચ્છમાં પણ એકદમ સામાન્ય મધ્યમ વરસાદ દેખાય છે પહેલી તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને આ મુંબઈ પાસે જે સિસ્ટમ દેખાય છે

એ સિસ્ટમની ભયંકર અસર થાય અને પછી સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે બીજી તારીખ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ પડી જાય તેવી આગાહીઓ કરવામાં આવી છે ભીંડીમાં પણ અત્યારે તેવું બતાવી રહ્યા છે કે 30 તારીખથી એ વાદળો જે છે એ તમને કાળા ડીબાંગ વાદળો દેખાવાની શરૂઆત થઈ જશે અને છૂટો છવાયો મધ્યમ વરસાદ અમુક જગ્યાએ પડશે અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ પડવાની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગ સતત જે માહિતી આપતા રહેશે જે આગાહીઓ કરતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *