નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર આજથી વાતાવરણમાં પલટો આવવાનો છે. અને એક વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે એટલે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ આપેલું છે. અત્યારની વાત કરીએ તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જુઓ કે તમને વરસાદ જેવી પરિસ્થિતિ દેખાતી હશે સુરત, વલસાડ, વાપી, તાપી, ડાંગ, નર્મદા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી સંભાવના છે.
ડેડિયાપાડા, નેત્રંગ આ બધા વિસ્તારમાં વરસાદ પડશે. ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે રાજપીપડા સુધી એ વરસાદ પહોંચે એવી સંભાવના છે. વહેલી સવારની આ સ્થિતિ છે આજના દિવસમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પણ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે કે વરસાદ પડી શકે છે. આપણે જે ચોમાસાની વાત કરતા હતા એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અહીંયાં એક સિસ્ટમ બની તી જે ધીરે ધીરે હૈદરાબાદ થઈ
અને આગળ વધી રહી છે એટલે હૈદરાબાદમાં તમે જુઓ કે ત્યાંથી આગળ વધી અને બંગાળની ખાડી તરફ જઈ રહી છે અને તમે જુઓ કે આખો જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યો છે મહારાષ્ટ્રથી એ ગુજરાતના વિસ્તારોમાં છૂટો સવાયો મધ્યમ વરસાદ પાડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અહીંયા એક સિસ્ટમ બનેલી છે. બંગાળની ખાડીમાં જે ખૂબ મજબૂત છે એની અસરો પણ થશે ધાનબાદની આસપાસ બનેલી એ સિસ્ટમ છે. આગામી એક બે દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે એના પછી જેમ જ મહારાષ્ટ્રમાં ચોમાસુ પ્રવેશ છે. વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે.
અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદ પડશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારથી લઈને આ બાજુ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે 12 13 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે 15 તારીખે ચોમાસુ ઓફિશિયલી ગુજરાતમાં પ્રવેશે એટલે કે વિધિવત રીતના ગુજરાતમાં પ્રવેશે એવી સંભાવનાઓ છે એટલે 15 તારીખની આસપાસ પણ છૂટો છવાયા વરસાદ રહે તેવી સંભાવના છે એની પહેલા અનેક વિસ્તારોમાં 13 તારીખે પણ જુઓ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં માં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે જેમાં અમદાવાદ પણ છે રાજકોટ પણ છે
સૌરાષ્ટ્રના અનેક ભાગો છે સુરેન્દ્રનગર બોટાદ ધોડકાવાળો પટ્ટો આખો છે સાથે દેવભૂમિ દ્વારકાથી લઈને મહુવા સુધીનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે એટલે આગામી 10 તારીખથી લઈ અને 15 તારીખ સુધી પાંચ દિવસ સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતે સાવચિત રહેવાનું છે કારણ કે ત્યાં વરસાદની સંભાવના વધારે છે ચોમાસા પહેલાનો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ છેલ્લો વરસાદ છે
એના પછી ચોમાસુ પ્રવેશ છે અને ચોમાસુ જે રીતના પ્રવેશે એ પણ ખૂબ ભારે અને તીવ્ર ચોમાસુ પ્રવેશે એવી આગાહીઓ કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિશાંતની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. વાતાવરણમાં આજે પલટો આવ્યો છે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ પણ છે. તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો