ટીવી સિરિયલ સાથ નિભાના સાથીયા માં ગોપી બહુ ના નામ થી ખુબ ફેમસ બનેલી અભિનેત્રી દેવોલીનાએ પોતાના જીમ ટ્રેનર સાથે લગ્ન કરી લીધા છે દેવોલીનાએ પોતાના લગ્ન ને લઈને ઘણી વાર લોકો સાથે બનાવટ કરી ઘણી વાર તે પોતાના લવ સંબંધ ની અફવાઓ સાથે મજાક પણ કરતી જોવા મળી હતી.
પોતાના લગ્ન ના છેલ્લા સમય સુધી દેવોલીના પોતાના કો એક્ટર વિશાલ સિઘં સાથે તસવીરો શેર કરતી જોવા મળી હતી જેનાથી લોકોને લાગી રહ્યું હતું કે દેવોલિના વિશાલ સાથે લગ્ન કરવા જે રહી છે પરંતુ હવે તે ફાઇનલ થઈ ગયું છે કે દેવોલીના એ પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરી લીધા છે.
દેવોલીનાએ પોતાના પતિ શાહનવાઝ શેખ સાથે ઘણી તસવીરો શેર કરીને એક પોસ્ટ માં જણાવ્યું છે કે હા હવે હું ગર્વથી કહી શકું છું કે મારા લગ્ન થઈ ગયા છે જો હું ચિરાગ લઈને શોધવા જાત તો પણ તારા જેવો પતિ મને ના મળે તમે મારી માંગેલી દુવાઓમાંથી એક છો તમે મારા દિલની નજીક છો.
અને તમે જ મારા પ્રેમ તમે જ મારા હમસફર છો તમને બધાને ખૂબ પ્રેમ સાથે દુઆઓમાં અમને યાદ રાખજો એ સાથે ઘણી રીતી રિવાજ ની તસવીરો પણ શેર કરી છે આ પહેલા દેવોલીના ના ઘણા વિડીયો સામે આવ્યા હતા જેમાં વિશાલ તેને પકડીને મસ્તી કરતો હતો પરંતુ તે માત્ર સારા મિત્રો છે.
આ વચ્ચે દેવોલીનાએ એ સાફ કહી દિધું છે પોતાની તસવીરો શેર કરીને તેને શાહનવાઝ થી લગ્ન કરી લિધા છે જોકે ઘણા લોકોને આ જોડી પસંદ આવી રહી નથી અને સોશિયલ મીડિયા પર દેવોલીનાને ટ્રોલ પણ કરતા જોવા મળે છે મિત્રો આપનો આ જોડી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.