Cli

કચરા પેટી માં મળ્યો 16 વર્ષ નો દિકરો, જોઈ પોપટ ભાઈ આહીર પણ ચોકી ગયા…

Breaking

ગુજરાત સૌરાષ્ટ્રમાં લોક સેવાના કાર્યો થતી ખૂબ જ નામના ધરાવતા બે સહારા નિરાધાર અને રસ્તા પર રજડતા લોકો માનસિક વિકલાંગ લોકોને હંમેશા સહાયતા કરીને પોતાના આશ્રમમાં સ્થાન આપીને મદદરૂપ થતા પોપટભાઈ આહીર તાજેતરમાં તેમને એક કોલ આવતા તેઓ ડાકોર ઉમરેઠ રોડ પર ભગવતી રેસીડેન્સી પહોંચ્યા હતા.

ત્યાં એક કચરાની મોટી પેટી માં 16 વર્ષનો યુવાન ખૂબ જ ગંદકી અને કચરાઓની વચ્ચે સૂતો હતો પોપટભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કાંઈ બોલી રહ્યો નહોતો આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને જે વ્યક્તિએ પોપટભાઈ આહીર નો સંપર્ક કર્યો હતો તે કાકા એ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી આ છોકરો અહીં સૂતો રહે છે.

કંઈ બોલતો નથી પરંતુ જે પણ કાંઈ ખાવા મળે છે કે ખાઈને અહીં જ કચરા ની વચ્ચે જ સુવે છે પોપટભાઈએ તેને બહાર આવવા માટે જણાવ્યું પરંતુ તે બહાર નીકળી રહ્યો નહોતો પોપટભાઈએ આજુબાજુના લોકોની મદદથી તેને બહાર કાઢ્યો અને પોતાની ગાડીમાં બેસાડીને તેને તેઓ.

પોતાના સોશિયલ મીડિયા આશ્રમમાં લાવ્યા હતા તેને પોતાનું નામ શિવમ જણાવ્યું હતું અને તે ગુજરાતી હોય તેમ ધીમા અવાજે બોલી રહ્યો હતો તેની હાલત અત્યંત ગંભીર હતી માનસિક અશક્ત જોવા મળતો હતો તેના કપડાં ખૂબ જ ગંદી હાલતમાં ફાટેલા તૂટેલા મેલા ડાટ હતા પોપટભાઈ આહિરે તેની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.

અને તેને વાળ કાપીને સ્વચ્છ પાણીથી પોતાના હાથોથી નવળાવી ને તેને સ્વચ્છ કપડાઓ પહેરવા આપ્યા હતા સાથે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ આ છોકરાને ઓળખતા હોય તો પ્લીઝ તેના પરિવાર સાથે પહોંચાડવામાં મદદરૂપ બનજો ત્યાં સુધી હું મારા સોશિયલ મીડિયા આશ્રમમાં.

તેને જમવા માટે ભોજન અને રહેવા માટે આશરો જરૂર આપીશ ત્યાં સુધી તેનો પરિવાર તેને ના મળી જાય ત્યાં સુધી તેને હું અહીં રાખીશ વાચક મિત્રો પોપટભાઈ આહીર ની કામગીરી જો આપને પસંદ આવી હોય તો આ પોસ્ટને શેર જરૂર કરજો જેનાથી આ યુવાન તેના પરિવાર પાસે પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *