ગોવિંદા સરની એક્ટિંગ એમની ડાંસ સ્ટાઈલ ના દરેક લોકો ચાહક છે આજે પણ જ્યારે ગોવિંદા ને ડાંસ કરતો જોવે છે તો બાળકોથી માંડીને યુવાનો દરેક એમના તાલે જુમવા લાગે છે કદાચ જ બોલીવુડમાં કોઈ એવું હશે જેને ચિચી એટલે કે ગોવિંદા ન ગમતા હોય પણ દોસ્તો બોલીવુડમાં કેટલાક એવા કલાકારો છે જે ચિચી ને સહેજ પણ નથી ગમતા તો આજે એવા જ કેટલાક કલાકારો વિશે અમે તમને જણાવીશું.
ગોવિંદના નાપસંદ કલાકારોમાં સૌથી પહેલું નામ શાહરૂખ ખાનનું છે એક ખબર પ્રમાણે શાહરૂખ ખાને મિડીયા સામે કહેલું કે તેમના જેવી એક્ટિંગ ગોવિંદા ક્યારે નહિ કરી શકે જે બાદ ગોવિંદા એ શાહરૂખખાન સાથે વાત કરવાનું છોડી દીધું હતું જો કે બાદમાં શાહરૂખે ગોવિંદાની માફી પણ માંગી હતી.
ત્યારબાદ વાત કરીએ સલમાન ખાન અને ગોવિંદના સંબંધની તો સલમાન અને ગોવિંદાની દોસ્તી પણ તૂટી ગઈ છે જો કે સલમાને પોતાના તરફથી દોસ્તી રાખવા પૂરી કોશિશ કરી હતી પરંતુ એમને નિષ્ફળતા મળી હતી ત્રીજા અભિનેતા જે ગોવિંદા ના બેડ લિસ્ટમાં સામેલ છે એ છે સંજય દત્ત અને ગોવિંદા એ હસીના માન જાયેગી એક ઓર એક ગ્યારહ જેવી અનેક કોમેડી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું જો કે એક ઓર એક ગ્યારહની શૂટિંગ બાદ સંજય દત્ત અને અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધોને કારણે ગોવિંદા અને સંજયના સંબંધો બગડી ગયા હતા.
જો વાત કરીએ ડેવિડ ધવનની તો કહેવાય છે કે ચિચિ એ ડેવિડને ચસ્મે બદ્દુર ફિલની રીમેક બનાવવા કહ્યું હતું અને ડેવિડ ફિલ્મ બનાવી પણ હતી પરંતુ આ રિમેકમા ડેવિડે ગોવિંદાને ન લેતા રિશી કપૂરને હીરો તરીકે કામ આપ્યું હતું જેને કારણે ગોવિંદા અને ડેવિડ ધવન વચ્ચેના સંબંધોમા પણ તિરાડ આવી ગઈ હતી આ સિવાય કરણ જોહર અમરેશપુરી અને કપિલ શર્મા શોમાં કામ કરનાર કૃષ્ણના સાથે પણ ગોવિંદના સંબંધ ખરાબ હોવાનું બહાર આવ્યું છે.