ગીતાબેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હરીદ્વાર, ભક્તિભાવ અંતરે ભરી દિવ્ય આરતીનો લ્હાવો લીધો...

ગીતાબેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હરીદ્વાર, ભક્તિભાવ અંતરે ભરી દિવ્ય આરતીનો લ્હાવો લીધો…

Bollywood/Entertainment Breaking

હિન્દુ ધર્મ ના સાત પવિત્ર સ્થાનોમા સ્થાન ધરાવતું ગંગાનદી ના મુખ ગંગોત્રી હિમ શીખરે થી 253 કિલોમીટર ની સફર પહાડોની વચ્ચે આવેલી હરીદ્વાર ના દર્શન કરી ધન્યતા અનુભવી ભક્ત ધર્મ અને આસ્થાના પ્રતીક પવિત્ર દિવ્ય આરતીનો લાભ લેતા પોતાના જીવનને ધન્ય માને છે દેશભરમાં થી કરોડો શ્રદ્ધાળુઓ હરીદ્વારના દર્શને આવે છે.

એ વચ્ચે તાજેતરમાં ગુજરાત ની ખુબ લોકપ્રિય સિગંર ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે હરીદ્વરાના દર્શનાર્થે પહોંચ્યા હતા ગીતાબેન રબારી કચ્છની કોયલ તરીકે સમગ્ર ગુજરાતમાં ખૂબ લોક ચાહના ધરાવે છે ગીતાબેન રબારી પારંવારિક કચ્છી પહેરવેશમાં ડાયરાના પ્રોગ્રામો માત્ર ગુજરાત માં જ નહીં પણ અમેરીકા કેનેડા જેવા.

દેશો મા પણ આપી ચુકી છે ગીતાબેન રબારી આજ સુધી વલ્ગર ગીતો ગાયા વિના અંગપ્રદર્શન વિના ધાર્મીક વારસો ટકાવી અને સંસ્કૃતિ સંસ્કાર થી ભરપુર પોતાની રહેણીકરણી પોતાના જીવનથી આજે ખુબ ખ્યાતનામ છે સરળ ઉમદા સ્વભાવ થી આજે ગુજરાત માં ખુબ ફેમસ બની ચુકેલી ગીતા બેન રબારી પોતાના મ્યુઝિક કેરિયરની સાથે.

સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથેની તમામ પળો ને પોતાના ફેન્સ સાથે શેર કરીને જોડાયેલી રહે છે તાજેતરમાં ગીતાબેન રબારી એ પોતાના ઓફીસીયલ સોસીયલ મિડિયા એકાઉન્ટ પરથી હરીદ્વાર ના દર્શન કરતી કેટલીક તસવીરો શેર કરી છે ભક્તિ ભાવ સાથે ગંગા માં ની દિવ્ય આરતીનો લાભ લીધા બાદ.

ગંગા નદીના કાંઠે પતિ પૃથ્વી રબારી સાથે તસવીરો ક્લિક કરાવી હતી જેમાં ગીતાબેન અને પૃથ્વી રબારી ખુબ જ ખુશ જોવા મળતા હતા આ સુંદર તસવીરો શેર કરતા તેમને મજાનું કેપ્સન પણ લખ્યું છે હરિનુ દ્વાર હોય છે કે પછી હરિદ્વાર હોય બંને જગ્યાએ ભાગ્યશાળી માણસો પહોંચે જ છે સનાતન ધર્મમાં સૌથી પવિત્ર ધર્મસ્થળ.

હરિદ્વાર માં હર કી પૌડી માં ગંગાની દિવ્ય મહાઆરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો અને ઘણી પ્રસન્નતા થઈ આ સાથે ગીતાબેન રબારી એ એક વિડીઓ પણ શેર કર્યો છે જેમાં ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે મહા આરતીમાં સામેલ થતા જોવા મળે છે ગીતાબેન રબારી પતિ પૃથ્વી રબારી સાથે ગંગાના મહાઘાટ પર બેઠેલા છે અને આરતી ચાલી રહી છે.

ભક્તિ ભાવ સાથે તેઓ આરતી માં લીન છે સામે આવેલી તસવીરોમાં માં પવિત્ર સ્થળે આનંદ વ્યક્ત કરી બંને ઘાટ પર ઉભા રહી કેમેરા સામે પોઝ આપી રહ્યા છે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે ફેન્સ આ તસવીરો પર હર હર મહાદેવ અને હર હર ગંગે જેવી કમેન્ટ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *