નમસ્તે બિગ બોસમાં હોસ્ટ તરીકે સલમાન ખાન કામ કરે છે પરંતુ માર્ગદર્શક તરીકે શું તે ખોટી પસંદગી છે શું સલમાન ખાન સ્પર્ધકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તમે આમ નહીં કરો તો તમારી કારકિર્દી આગળ નહીં વધે આવા જ વાક્ય બિગબોસના તાજેતરના એપિસોડમાંથી બહાર આવ્યા છે.
જ્યાં સલમાનખાન એક સપ્તાહ પછી આવ્યા હતા અને ઘણી મનોરંજન અને રમુજી વાતો કરી હતી પરંતુ આની વચ્ચે જ્યાં સ્પર્ધકો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા તેમાં સલમાનખાને પોતાનો અભિપ્રાય આપ્યો અને સલમાનખાનના આ અભિપ્રાય પર એક અભિનેત્રીએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે જો તમે કોઈ શો હોસ્ટ કરી રહ્યા હોવ તો લોકોને આ રીતે નિરાશ ન કરો.
તમને જણાવી દઈએ કે સલમાન પ્રતિક સહજપાલ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા આ ત્યારે થયું જ્યારે સલમાનખાન પ્રતિક સહજપાલને કોઈ બાબતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે દરમ્યાન વાત દલીલમાં ફેરવાઈ અને સલમાન ખાને કંઈક એવું કહ્યું જેના કારણે હવે સલમાન ખાનની ઘણી ટીકા થઈ રહી છે.
વાસ્તવમાં સલમાન ખાને પ્રતિકને કહ્યું હતું કે જો તારી માતા કે બહેન બાથરૂમમાં હોત તો શું તે હજુ પણ આવું કર્યું હોત આ રમત માતા કે બહેન વિશે નથી અને જો વિધિ ઇચ્છતી હોત તો તે તારી છબી ખરાબ કરી શકતી હતી અને હું હોત તો હું તમારી મા અને અહીં સુધી બોલીને સલમાન ખાન અટકી ગયા.
સલમાનના આ વાક્યને કારણે એવું કહેવામાં આવે છે કે શોમાં સલમાન ખાને ખરાબ શબ્દનો પ્રયોગ કયેૉ અને તેઓએ પ્રતિકને પણ હતાશ કયુઁ રમત દરમ્યાન તે પ્રતીકનોજ દોષ ન હતો તેમના સાથે બીજા વ્યક્તિ પણ જોડાયેલા હતા એટલે જ ફક્ત પ્રતિકનેજ બોલવું તે ગૌહરખાન અનુસાર યોગ્ય ન હતુ એટ્લે તે સલમાન પર ગુસ્સે થઈ ગઈ.
ગૌહરખાને આજે એક ટ્વીટ કરી જેમાં તેણે સલમાન ખાનનું નામ નથી લીધું પરંતુ તેણે તેમને પરોક્ષ રીતે નિંદા કરી હતી અને તેણે કહ્યું હતું કે ભૂલો કોઈ પણ કરી શકે છે પરંતુ કોઈની ભૂલ પર જો તમે એમ કહી રહ્યા હોવ કે તમારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે અને તમે ફકત એક શોમાંથી બીજા શોમાં એમજ કૂદતા રહી જશો.
આવા કઠોળ શબ્દો યુવાન મનને ખૂબ જ નિરાશ કરી શકે છે તેની સાથે ગૌહરે એમ પણ કહ્યું કે હું સંમત છું કે પ્રતિક ખૂબ આક્રમક છે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ તેના વર્તનમાં કેટલાક ફેરફાર આવી શકે છે તો આ રીતે સલમાન ખાનનું નામ લીધા વગર ગૌહરે આડકતરી રીતે તેમની નિંદા કરી છે.