આકાશમાં 36હ000 ફૂટની ઊંચાઈએ જ્યાં વાદળો સિવાય કશું જ દેખાતું નથી ત્યાં 174 મુસાફરો ભરેલું વિમાન હવામાં તરતું હોય મુસાફરો નિશ્ચિંત છે કોઈને અંદાજ પણ નથી કે પ્લેનની અંદર બેઠેલો સેકન્ડ ઇન કમાન્ડ એટલે કે કોપાયલટ એમના જ જીવનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે.
આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પણ હમણાં જ ફ્લાઈ દુબઈની ઘટના બની એ ફ્લાઈ દુબઈની ફ્લાઈટ fz1073 માં બનેલી એક ભયાનક વાસ્તવિકતા છે જેણે આખા એવિએશન સેક્ટરને ને અને વિશ્વને હચમચાવી મૂક્યું વિચારો કે જો આવી કોઈ મુશ્કેલી જમીન પર આવે તો માણસ ભાગી શકે કૂદી શકે અથવા મદદ માટે બુમો પાડી શકે પણ જ્યારે તમે હજારો ફૂટ હવામાં હોવ તમને કશી જ ખબર ન હોય કે શું કરવાનું અને પ્લેનની કમાન જ કોઈ કટ્ટર માનસિકતા વાળા વ્યક્તિના હાથમાં આવે તો શું કરવાનું મગજમાં કટ્ટરતા પ્રાર્થનાના બહાને હુમલો ઇઝરાયેલની ધરતી પર પ્લેન ક્રેશ કરવાનો વિચાર અલકાયદા સાથેનું કનેક્શન સાયકોલોજીકલ પાયલટ સ્કેનિંગ અને ત્રણ ત્રણ વાર રેડ ફ્લેગ અને છતાએ કેપ્ટન સ્મિથ મછાર પર હુમલો કરનાર ઓમાની કો પાયલટ અલ હમામી કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યો? આ સિક્યુરિટી પ્રોટોકોલ લેપ્સ છે.
કોઈ મોટું કાવતરું છે આતંકી હુમલાનો પ્રયાસ છે કે બીજું શું છે આ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ આંતરરાષ્ટ્રીય ઉડયન ઇતિહાસમાં જ્યારે પણ કોઈ પ્લેન હવામાં સંકટમાં મુકાય ત્યારે સામાન્ય રીતે ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનને જવાબદાર માનવામાં આવે છે. પણ 30 સપ્ટેમ્બર 2026 ના દિવસે દુબઈથી ઇઝરાયેલના તેલ અવી જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટ fz1073 માં જે કંઈ પણ થયું એણે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી.
આ બોઈંગ 737 વિમાન જ્યારે સાઉદી અરેબિયાના આકાશમાં હતું ત્યારે 29 વર્ષના ઓમાની કોપાયલટ હમામ અલ હમામીએ અચાનક ઇમર્જન્સી માટે રાખવામાં આવતી કુહાડી વડે મુખ્ય કેપ્ટન સ્મિત મચ્છાર પર પાછળથી હિંસક હુમલો કર્યો આ હુમલો અને જપાજપી દરમિયાન વિમાનનો કંટ્રોલ ખોરવાયો અને પ્લેન બહુ જ ઝડપથી હજારો ફૂટ નીચે આવ્યો જેના કારણે કેબિનમાં ભારે અફરાતફરી મચી ગઈ મૂળ ગુજરાતના બહાદુર કેપ્ટન સ્મિત મછારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ હોવા છતાય અદભુત હિંમત બતાવી કોકપીટના ફ્લોર પર પડ્યા હોવા છતા એ કોઈને કોઈ રીતે ઊભા થયા અને લોક ખોલીને કોકપેટનો દરવાજો અનલોક કરવામાં સફળ રહ્યા. જેવો દરવાજો ખુલ્યો પ્લેનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઓફ ડ્યુટી પાયલટ કોકપેટમાં ઘૂસી ગયા હુમલાખોર કો પાયલટને દબોચી લેવાયો અને પ્લેનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાયો.
આ ઘટનામાં 174 મુસાફરોનો જીવ તો બચી ગયો પણ પ્રાથમિક તપાસ જેવી શરૂ થઈ એટલે આ ઘટનાના તાર ગ્લોબલ જીઓપોલિટિક્સ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે જોડાવા લાગ્યા. તપાસ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલાખોર કો પાયલટ હમામ અલ હમામી એના અંગે ત્રણ વખત ભૂતકાળમાં મોટી ચેતવણી અથવા તો રેડ ફ્લેગ્સ છે એ સામે આવ્યા હતા. જે સિસ્ટમની સૌથી મોટી ખામી તરફ ઈશારો કરે છે. રિપોર્ટસ પ્રમાણે યુએઈમાં જન્મેલા અને ઓમાની પિતા અને સિરિયન માતાના આ સંતાનનો ભૂતકાળનો સીરિયાનો સમયગાળો ઇન્ટેલિજન્સ એજન્સીઓની રડારમાં આવ્યો. પહેલી સત્તાવાર ચેતવણી 2026 ની શરૂઆતમાં મળી હતી.
જ્યારે ઓમાનમાં એને ફરજ દરમિયાન એના ડિજિટલ ડિવાઈસમાંથી કટ્ટરપંથી વિચારધારા સંબંધિત સામગ્રી મળી હતી. બીજી ચેતવણી તરીકે આ સુરક્ષા જોખમને જોતા એને તાત્કાલીન કંપની ઓમાન એર દ્વારા એને ફ્લાઈટ ઓપરેશનમાંથી અને પ્લેન ઉડાવવાની ફરજ પરથી હટાવીને ઓફિસની ડેસ્ક જોબ સોંપવામાં આવી ત્રીજી અને સૌથી મોટી ચેતવણી એ હતી કે ઓમાનની સુરક્ષા એજન્સીઓએ એને બ્લેકલિસ્ટ કરીને એના પર કાયમી ધોરણે નો ફ્લાય પ્રતિબંધ મૂક્યો. સૌથી વધારે ચિંતાજનક બાબત એ સામે આવી કે તપાસ કર્તાઓને એની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર આતંકી સંગઠન અલકાયદાના પૂર્વવડા અમન અલ જવાહીરી અને ઇઝરાયેલી વિમાનોને લગતી વિવાદાસ્પદ સામગ્રી જોવા મળી. આ આખા કનેક્શનના કારણે એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કોઈ સંગઠિત વિચારધારાથી પ્રભાવિત પ્રયાસ હતો કે પછી આ ઘટના માત્ર એક એરલાઇનની આંતરિક સુરક્ષા હતી. પણ જે સામે આવી રહ્યા છે કનેક્શન એ એવું નથી કહી રહ્યા કે આ ઘટના માત્ર એક એરલાઇનની આંતરિક સુરક્ષાનો મામલો હતો.
પણ એ મિડલ ઈસ્ટના જટિલ રાજદ્વારી સંબંધો અને સીધી સીધા એ બધા જ સમીકરણો સાથે જોડાયેલી ઘટના છે સૌથી મહત્વની હકીકત એ છે કે ઓમાન અને ઇઝરાયેલ વચ્ચે કોઈ સત્તાવાર ડિપ્લોમેટિક રિલેશન નથી ઇઝરાયેલના કડક સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે જે દેશો સાથે એમના સંબંધો ન હોય એવા દેશના નાગરિકો કે પાયલોટને ઇઝરાયેલની એરસ્પેસમાં પ્લેનમાં લાવવા અંગે કડક નિયમો હોય તો પછી આ પાયલટ કઈ રીતે ત્યાં પહોંચી ગયો અને એટલે જ ઇઝરાયેલના પરિવહન મંત્રાલય અને એમની ગુપ્તચર એજન્સી શીન બેટ દ્વારા યુએઈ અને ફ્લાય દુબઈ સમક્ષ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે બેકગ્રાઉન્ડ વેરિફિકેશનમાં આટલી મોટી ચૂક કેમ થઈ પ્રાથમિક વિગતો પ્રમાણે હમામે ઓમાન એરની નોકરી પોતે સ્વેચ્છાએ છોડી હોવાના રિઝાઈનેશન પેપર્સ રજૂ કર્યા જેના કારણે કદાચ ફ્લાઈ દુબઈની સ્ક્રીનિંગ સિસ્ટમ છેતરાઈ ગઈ સવાલ એ છે કે ઓમાન સરકારે એના પર મૂકેલા પ્રતિબંધની માહિતી અન્ય દેશ કે એરલાઇન્સ સાથે કેમ શેર ન કરી યુએઈના પ્રમુખના વરિષ્ઠ સલાહકાર અનવર ગરગાશે.
આ ઘટનાની ગંભીરતાથી સ્વીકારી છે અને જ્યારે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ આની આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંડી તપાસ કરવા પર ભાર મૂક્યો છે. આ આખી ઘટનામાં વૈશ્વિક સત્તાઓ પણ સક્રિય થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટના પાછળ મિડલ ઈસ્ટના વર્તમાન ભૌગોલિક યુદ્ધ અને ઈરાન પ્રેરિત પ્રોક્સી નેટવર્કનું દોરી સંચાર હોઈ શકે. અત્યાર સુધી સાઉદી અરેબિયા યુએઈ અને ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓને ઈરાનની સીધી સંડવણીના કોઈ પાકા પુરાવા નથી મળ્યા પણ વૈશ્વિક નિષ્ણાંતો આ ઘટનાને લોન વુલ્ફ હુમલાની શક્યતા તરીકે જોઈ રહ્યા છે લોન વુલ્ફ એટલે કે કોઈ આતંકી સંગઠને આ માણસને સીધો આદેશ કે મદદ ન કરી હોય પણ એ પોતે જ ઇન્ટરનેટ પર કટ્ટરપંથી વિચારો જોઈને એટલો પ્રભાવિત થઈ ગયો હોય કે એણે એકલા હાથે જ આ કૃત્યને અંજામ આપવાનું નક્કી કર્યું હોય અને એટલા માટે જ બની શકે કે આ માણસને ક્યાંય સીધી રીતે જો કોઈએ મદદ કરી હોય કે કોઈએ આદેશ આપ્યો હોય તો ઇન્ટેલિજન્સ એજન્સીઓની રડારમાં એ આવી જાય પણ જે માણસના પોતાના જ મગજમાં આ પ્રકારના વિચારો ચાલતા હોય એ પાયલટ સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ જે થઈ રહ્યું હોય એમાં કે સાયકોલોજીકલ ટેસ્ટમાં પણ એ દેખાતું નથી અને એટલા માટે બની શકે કે દુબઈ એરલાઇન છે એનાથી કદાચ આ ભૂલ થઈ ગઈ હોય સ્ક્રીનિંગમાં સામે ન આવ્યું હોય પણ ઓમાન તરફ તરફ પણ સવાલ છે કે જેને બ્લેકલિસ્ટ કર્યો છે એ માહિતી કેમ શેર ન કરી આ ઘટના પછી પશ્ચિમ એશિયામાં જીયોપોલિટિકલ તણાવ બહુ જ વધી ગયો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા ઓક્ટોબરના અંત સુધીમાં મિડલ ઈસ્ટના પ્રદેશોમાં વધારાના 7000 નેવી સૈનિકો અને 2000 અત્યંત ઘાતક મરીન કમાન્ડો તેનાત કરવાનો સત્તાવાર આદેશ આપી દેવાયો. રાજકીય નિવેદનો ભલે ગમે તે હોય પણ આ પ્રકારની સૈન્ય હિલચાલ દર્શાવે છે કે સ્થિતિ ત્યાં બહુ જ નાજુક છે. આ આખી ઘટના પાછળ વિચારો કોઈ જ પર્સનલ ઝઘડો નથી. તમે વિચારો કે ઓમાન અને ઇઝરાયેલ વચ્ચે કોઈ સંબંધો નથી ત્યાં એકબીજાના જે આપણે કહીએ પહેલા દૂતાવાસ એ પણ નથી છતાય ઓમાનનો પ્રતિબંધિત પાયલટ ઇઝરાયેલની જતી ફ્લાઈટમાં બેસી જાય ફ્લાઈ દુબઈ એન્ડ રાજીનામાના નકલી કાગળો બતાવીને છેતરી દીધી અને અમેરિકાના નેતાઓ આમાં ઈરાનનો એંગલ જોઈ રહ્યા છે અને એજન્સીઓ એવું કહી રહી છે કે કોઈ મોટા સંગઠનનું કામ નથી પણ એક કટ્ટરપંથી માનસિકતાવાળા લોન વુલ્ફ એટલે કે એકલા માણસનું કૃત્ય છે પણ હજુ સત્તાવાર તપાસ ચાલુ છે. એક ભારતીય ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારની અપ્રતિમ બહાદુરી અને સમય સૂચકતાના કારણે બહુ જ મોટી આંતરરાષ્ટ્રીય હોનાર ટળી ગઈ જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓએ એમના વખાણ કર્યા પણ આ ઘટનાએ વૈશ્વિક એવિએશન સેક્ટર સામે એક નવો પડકાર મૂક્યો. અત્યાર સુધી પાયલટની માત્ર શારીરિક અને ટેકનિકલ ફિટનેસ છે
એની જ તપાસ થતી પણ હવે એરલાઇન્સે પાયલટની માનસિક સ્થિતિ અને વૈચારિક રેડિકલાઈઝેશનને પકડવા માટે પણ કડક સ્ક્રીનિંગ પ્રોટોકોલ બનાવવા પડશે. તપાસ હજુ ચાલુ છે આવતા સમયમાં સત્તાવાર રીતે સ્પષ્ટ થશે કે આ કોઈ મોટા વૈશ્વિક કાવતરાનો હિસ્સો હતો કે આ પાયલટની વ્યક્તિગત માનસિકતાનું પરિણામ હતું. આ ગંભીર ઘટના હતી એ તો ચોક્કસથી છે પણ જીયોપોલિટિકલ સમીકરણો પણ બહુ જ આના પાછળ કામ કરી