ચંદુ ચેમ્પિયન ફિલ્મ માટે કાર્તિક આર્યને શારીરિક રીતે ઘણો જ પરિશ્રમ કર્યો તેને પોતાની ચરબી 7 પર લાવી દીધી જે ઘણું જ મુશ્કેલ છે.કારણ કે જો ચરબી તેનાથી નીચે જાય તો વ્યક્તિ જીવી નહીં શકે, કાર્તિક આર્યનએ પોતે કહ્યું કે દોઢ વર્ષ સુધી તેણે મીઠાઈ, રોટલી કે ભાતને હાથ નથી લગાવ્યો, આ બધી વસ્તુઓ તેના માટે બંધ કરી દેવામાં આવી હતી.
જો કે કેટલાક લોકોએ કાર્તિકના આ બદલાવને નકલી કહ્યું છે.કોઈએ કહ્યું કે તેણે સ્ટેરોઈડ લઈને પોતાનું શરીર આ રીતે બનાવ્યું છે તો કોઈએ કહ્યું કે તે સિલિકોન સૂટ પહેરીને આવ્યો છે.
આ કોમેન્ટ્સ બાદ કાર્તિક આર્યનના કોચ એ ટ્રોલર્સ પર ગુસ્સે થઈ રહ્યા છે જે કાર્તિક આર્યનની મહેનતને નકલી ગણાવી છે. ત્રિદેવ પાંડે એ કહ્યું જ્યારે કોઈની બોડી પર સવાલ ઉઠાવવામાં આવે તો તેના કોચ પર પણ સવાલ ઉઠે છે હું એન્ટી ડોપિંગ ટેસ્ટ કરવા માટે તૈયાર છું હું પોતાના પૈસે આ ટેસ્ટ કરાવી શકું છું અને કહી શકું છું કે કાર્તિક આર્યન ની આ બોડી સ્ટેરોઈડ વિનાની છે.
તેમણે કહ્યું કે તે લોકો કાર્તિકને નકલી કહી રહ્યા છે જેઓ કાર્તિક જેવું શરીર મેળવી શકતા નથી.ત્રિદેવ પોતે બોક્સર રહી ચૂક્યા છે અને તે કહે છે કે દરેક મેચ બાદ તેની કસોટી કરવામાં આવી હતી.
તેમને કહ્યું કે અમે જાણીએછીએ કે કંઈક લઈને જીતી શકાય છે પણ તેની અસર લાંબા સમય સુધી રહે છે.તેમણે કહ્યું છે કે હું કોઈને આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સ લઈને શરીર બનાવવાની સલાહ આપતો નથી.