ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિન્હા આ કલાકારો સાથે રહ્યા, ઈશ્કિયા, બિહારી બાબુની દીકરી તેની ઘણી ફિલ્મોના હીરોના પ્રેમમાં પડી ગઈ હતી.સોનાક્ષીના ભાવિ પતિનું પણ આ હસીનાઓ સાથે અફેર હતું.સોનાક્ષી અને ઝહીર ના જીવનમાં પહેલા હતા આ કલાકારો.
23 જૂને સોનાક્ષી મિસિસ ઈકબાલ બનવાની છે.આ કપલનું 7 વર્ષથી સિક્રેટ અફેર હતું અને બંને છેલ્લા એક વર્ષથી સાથે રહે છે એવું નથી કે સુનાક્ષીના જીવનમાં ઝહીર ઈકબાલ પ્રથમ વ્યક્તિ છે.આ પહેલા પણ બિહારી બાબુની દીકરી બોલિવૂડના ઘણા હીરોના પ્રેમમાં પડી ચુકી છે, સામે,ઝહીર ઈકબાલ પણ ઘણી સુંદરીઓના પ્રેમમાં પડી ચૂક્યો છે.
ચાલો જણાવીએ સોનાક્ષીના એક્સ બોયફ્રેન્ડ ના લીસ્ટ વિશે. પહેલું નામ છે,શાહિદ કપૂર શાહિદ કપૂરને એક સમયે સુનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો, હા, ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સમાચારો અનુસાર, તેઓ બંનેએ ફિલ્મ આર રાજકુમારમાં સાથે કામ કર્યું હતું.અને તેઓ આ ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી જ્યારે શાહિદ સિંગલ હતો.જો કે, તેમના સંબંધનો થોડા દિવસો પછી અંત થઈ ગયો હતો, જેનો અર્થ એ થયો કે કરીના, પ્રિયંકા, વિદ્યા વાલન, સાનિયા મિર્ઝાની જેમ સોનાક્ષી સિંહા પણ શાહિદના જીવનમાં આવી ગઈ હતી.
આ લિસ્ટ માં બીજું નામ છે અર્જુન કપૂર.સોનાક્ષીને બોલીવુડમાં બીજા કપૂર સાથે પ્રેમ થયો હતો તે છે મલાઈકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર.અર્જુન અને સોનાક્ષીએ 2015ની ફિલ્મ તેવરમાં સાથે કામ કર્યું હતું, એવું કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા હતા પરંતુ થોડા દિવસો પછી મલાઈકા અરોરા અર્જુનના જીવનમાં આવી ગઈ હતી અને દબંગ ગર્લનું દિલ તૂટી ગયું હતું.
સોનાક્ષી અર્જુન કપૂરના વિશ્વાસઘાતને સહન ન કરી શકી અને આ જ કારણ છે કે બંનેએ ફરી ક્યારેય સાથે કામ કર્યું નથી.જે બાદ નામ છે બંટી સચદેવ, સલમાન ખાનની ભાભી સીમા ખાનના ભાઈ સાથે પણ સોનાક્ષીના અફેરની ખબરો ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી.આ બાદ નામ છે આદિત્ય શ્રોફ, ફેમ સિનેમાના મેનેજર આદિત્યનું નામ પણ આ લિસ્ટમાં છે.
હવે સોનાક્ષી સિન્હાના ભાવિ પતિ ઝહીર ઈકબાલની ડેટિંગ લિસ્ટ પર એક નજર કરીએ, ઝહીર ઈકબાલનું નામ 2014ની ફિલ્મ લેકર હમ દિવાના દિલ ફેમ દીક્ષા સેઠ સાથે જોડાયેલું હતું.એવું કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરતા હતા, જો કે બંનેએ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી ન હતી, આ સિવાય રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ એક દોસ્તની પાર્ટીમાં મળ્યા હતા.
જે બાદ ઝહીરે સના પ્રત્યેનો પોતાનો પ્રેમ સીધો ટ્વીટર પર વ્યક્ત કર્યો હતો અને આઈ લવ યુ લખ્યું હતું અને સનાનો ફોટો પણ શેર કર્યો હતો એવું કહેવાય છે કે સના અને ઝહીર વચ્ચેનો સંબંધ બહુ લાંબો ચાલ્યો ન હતો અને તે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાની વાત કરીએ તો વર્ષ 2022માં બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે ઝહીરે સુનાક્ષીને ત્રણ જાદુઈ શબ્દો આઇ લવ યુ કહ્યા હતા, જેના જવાબમાં અભિનેત્રીએ પણ આઇ લવ યુ કહ્યું હતું. આ પછી બંને દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. હવે બંને પતિ પત્ની બનવા જઈ રહ્યા છે.