Cli
femas ganesh mandir

ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર જેની પ્રશંશા આખા વિશ્વમાં થાય છે…

Uncategorized

અત્યારે બધી જગ્યાએ ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે સૌ આ તહેવાર આવતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે ભારતમાં આ તહેવારને ખૂબ જ માનવામાં આવે છે લોકો ગણપતિ મંદિરની મુલાકાત લેવા જાય છે તેવા જ એક ગણપતિ મંદિર ની આપણે આજે મુલાકાત લેવાના છીએ જે ગુજરાતમાં આવેલું છે આ મંદિર મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર સાથે સરખાવવામાં આવે છે મંદિર ખૂબ જ વિશાળ અને સુંદર છે મંદિરની ઉંચાઈ ૭૩ફૂટ છે મંદિર નું નિર્માણ 2011માં ભૂમિપૂજન કરીને કરવામાં આવ્યું હતું આ મંદિરના નિર્માણ માટે ૧૪ કરોડ રૂપિયા લાગ્યા હતા આ મંદિરમાં સિમેન્ટ તથા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમ જ તેની જમીન પણ ખુબ જ આકર્ષિત છે અહીં લોકો દૂર-દૂરથી ગણપતિ બાપાના દર્શન કરવા આવે છે

આ મંદિરમાં ગણપતિ પૂજા માટે બુક રાખવામાં આવી છે તથા અહીં બહુ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે આ મંદિરમાં શ્રીલંકાના ગણપતિ, બાંગ્લાદેશના ગણપતિ, ચાઇના ના ગણપતિ તથા દરેક જગ્યાએ જે ગણપતિ રાખવામાં આવ્યા છે તેમની મૂર્તિઓ નો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે તથા તેમની બાજુમાં પોસ્ટર લગાવીને તેનું વર્ણન કરવામાં આવ્યું છે આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર ગણપતિ ના આકારમાં જ બનાવવામાં આવ્યું છે અંદર જતા ગુફા જેવો આકાર બને છે ખૂબ જ સૌંદર્યપૂર્ણ આ મંદિર છે આ મંદિરને તેની બનાવટ માટે વખાણવામાં આવે છે

નીચે ઉતરતા અહીં પ્રસાદ કેન્દ્ર રાખવામાં આવ્યું છે તથા ઘણા પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા છે કોઈક કોઈક જગ્યાએ ફોટા લેવાની મનાઈ છે આ મંદિર ખૂબ જ ભવ્ય, વિશાળ અને સૌંદર્યથી ભરપૂર છે મિત્રો આ મંદિરની મુલાકાત લઈને તમને ખૂબ જ ખુશી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *