Cli

પુનિથ એમની કમાણી માંથી 50% દાન કરવા વાળા એકમાત્ર સુપરસ્ટાર હતા…

Uncategorized

પુનિથ રાજકુમાર 46 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું તેઓ સારા અભિનેતા ઉપરાંત દિલદાર સ્વભાવના હતા કારણ કે એમના પાર્થિવ દેહને સ્ટેડિમમાં રાખવામાં આવ્યો ત્યારે હજારો લોકો એમના અંતિમ દર્શન માટે પહોંચ્યા અને ત્રણ લોકોએ પુનીતકુમારના નિધનનો સમાચાર સાંભળી એ પણ દેવલોક પામ્યા.

પુનિથનું બાળપણ ફિલ્મોના સેટ ઉપરજ વીત્યું છે કારણ કે એમના પિતા પણ કન્નડના મોટા અભિનેતા હતા અભિનયની સાથે પૂનીથને ગાયિકીનો પણ શોખ હતો એમને અપુ નામની ફિલ્મથી લોકપ્રિયતા મળી તેઓ કન્નડના સુપરસ્ટાર અભિનેતા છે પુનિથે કેટલાય બાળકોને ફ્રીમાં ભણાવ્યા છે.

પુનિથ સેવાનું કામ પહેલેથીજ કરતા હતા એમના તરફથી 15 ફ્રી સ્કૂલ ચલાવતા હતા 19 ગૌ શાળા અને 16 વૃદ્ધાશ્રમ પુનિથની અડધી અવાક આ સેવાઓમાં જતી હતી અને એમના પિતાની જેમ એક મહાન કામ કર્યું પૂનિથે એમની આંખો દાન કરી છે તેઓ સારા માણસની સાથે સારા પતિ અને સારા પિતા પણ હતા.

પુનિથ જોડે ઘણી ગાડીઓ છે પણ સૌથી મોંઘી કાર એમની પત્નીને ગિફ્ટ કરી હતી હમણાં થોડા દિવસો પહેલાજ 4 કરોડની લીંબોગીરની ગિફ્ટ કરી હતી પુનિથ એમના આવકમાંથી અડધી આવક તો સેવામાં વાપરતા હતા અત્યારે એમની લોકચાહના પણ લાખોંમાં હતી એમના અંતિમ દર્શન માટે હજારો લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *