આજે આધુનિક યુગમા નાની એવી બેદરકારી ના પણ ખુબ માઠા પરિણામો ભોગવવા પડે છે આજકાલ ઓનલાઇન ધોખાધડી ના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે સાઈબર કાફેમાં એવા ઘણા બધા કેશ નોંધાયા છે જેમાં લાલચમાં આવી ને લોકો રુપીયા ગુમાવીને પોલીસ પાસે પહોંચે છે.
એવો જ બનાવ તાજેતરમાં જુનાગઢ ના માણાવદર વિસ્તારમાં થી સામે આવ્યો છે માણાવદર વિસ્તારમાં ડોક્ટર રોનક કુમાર પ્રેક્ટિસ કરી રહ્યા છે સખત પરિશ્રમ અને અથાગ મહેનત થી રોનક કુમારે એમ ડી ની ડીગ્રી મેળવી હતી તેના માટે તેમને નીટ ની પીજી ની પરીક્ષા માટેની અરજી આપી હતી.
રોનક કુમાર જે ફોર્મ ભરેલું હતું તે ફોર્મ નો ડેટા સુરતના એક દંપતિએ ચોરી કરી લીધો હતો સુરતના ઠગ દંપતી સતિશ ભાઈ અને તેની પત્ની સોનલ બેને રોનક કુમાર ના ભરેલા ફોર્મ નો ડેટા ચોરી કરીને તમામ વિગતો મેળવી લીધી ત્યાર બાદ કશુજ જાણતા ના હોય એવી રીતે રોનક કુમાર ને ફોન કરીને જણાવ્યું કે તેઓ.
તેમની એમ ડી માં સીધી ભરતી કરાવશે આ દંપતિએ રોનક કુમાર પાસેથી 32 લાખ રૂપિયા લીધા પરંતુ તેમને એડમિશન ના મળતા તેમને દંપત્તિ પાસેથી પરત પૈસાની માંગણી કરી હતી પરંતુ દંપતીએ માત્ર છ લાખ રૂપિયા જ પાછા આપ્યા હતા રોનક કુમારને બાકીની રકમ ના આપતા તેમને આ દંપતિ પર પોલીસ ફરિયાદ.
નોંધાવી પોલીસે તમામ ઘટનાની માહિતી મેળવી અને ઠગ દંપતિની ધરપકડ કરી હતી આજકાલ જ્યારે લોકો માત્ર કોઈ એક કોલ થી કોઈના પર આંખો બંધ કરી અને વિશ્વાસ કરી લે છે એમના માટે લાલબત્તી સમાન આ ઘટના છે કોઈના પર આધંળો વિશ્વાસ મુકીને મોટી રકમની લેતી દેતી કરવી એ ક્યારેક ભારે પડી જાય છે.