લગ્ન બાદ પતિ મારઝુડ કરતો, અંદરના વસ્ત્રોમા રોટલી છુપાવી ખાતી મહિલા બની મોટી ઓફીસર...

લગ્ન બાદ પતિ મારઝુડ કરતો, અંદરના વસ્ત્રોમા રોટલી છુપાવી ખાતી મહિલા બની મોટી ઓફીસર…

Breaking

આજકાલ સભ્ય ગણાતા સમાજમાં મહીલાઓ સાથે દુર્વ્યવહાર ના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે એ વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જે દાસ્તાન સાભંડી ને લોકો હેરાન રહી ગયા છે મધ્યપ્રદેશ ના ગ્વાલિયર શહેરમાં જોઈન્ટ ડીરેક્ટર ના પદ પર કાર્યરત સવિતા પ્રધાન નામની.,

અધીકારીની ગણના આજે ઉમદા અધિકારીઓ માં થાય છે તેઓ પોતાના કાર્ય થકી આજે ખુબ નામના મેળવી રહ્યા છે પરંતુ તેમનુ ભુતકાળ ખુબ દુઃખદ રહ્યું છે ઓફીસર બનતા પહેલા સવિતા પ્રધાને ખુબ જ દુઃખ વેદના અને પીડાઓ નો સામનો કર્યો હતો સવિતા પ્રધાન નો જન્મ મધ્યપ્રદેશ ના મંડી નામના.

ગામમાં આદિવાસી ગરીબ પરીવારમાં થયો હતો સવિતા પ્રધાન ના ઘરની સ્થિતિ ખુબ ખરાબ હતી માતા પિતા નું સવિતા ત્રીજુ સંતાન હતી આદીવાસી સમાજમાં દિકરીઓ ને શિક્ષણ ખુબ ઓછું અપાતું હતું એ વચ્ચે સવિતા ગામમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી પહેલી દિકરી હતી સ્કુલમાંથી મળતી.

સ્કોલરશીપ થી તે અભ્યાસ કરતી અને બાકીના પૈસા ઘેર આપતી હતી જેમતેમ કરી સવિતા પ્રધાને પોતાના આગળના અભ્યાસ ને ચાલુ આવ્યો આ દરમિયાન સવિતાનુ અમીર પરીવાર માંથી માગું આવ્યું માતાપિતા એ તેની મરજી જાણ્યા વિના તેના લગ્ન નક્કી કર્યા માતાપિતા ની પસંદ ને.

પોતાની પસંદગી સમજીને સવિતા પ્રધાને લગ્ન કર્યા લગ્નના થોડા દિવસોમાં તેની સાથે નોકર જેવો વ્યવહાર થવા લાગ્યો તેની સાથે એવું વર્તન કરવામાં આવતું હતું કે બધા જમી લે પછી જમવા બેસવાનો વધે તો જ ખાવાનું ફરીથી જમવાનું નહીં બનાવવાનું અને બધાની સાથે નહીં જમવાનું તે ઘણીવાર.

રસોડામાં છુપાઈ છુપાઈને પોતાના અંદરના વસ્ત્રોમા રોટલી છુપાવી જમતી હતી કારણકે જમવાનું ના વધતા તે ભુખી રહેતી હતી અને કાંઈ પણ બોલતા તેનો પતિ તેની સાથે મારઝુડ કરતો હતો તે રસોડામાં તો ક્યારેક બાથરૂમમાં જઈને રોટલી ખાતી હતી સવિતાને ખબર પડી કે તે પ્રેગનેટ છે.

તેને લાગ્યું કે બાળકને જન્મ આપી પરિવારનો સ્વભાવ બદલાઈ જશે આ દરમિયાન સવિતાએ એક દીકરાને જન્મ આપ્યો પરંતુ પરિવાર પર કોઈ અસર ના પડે તેના સાસુ સસરા અને પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યા
સવિતાએ આ દરમિયાન બીજા દીકરાને પણ જન્મ આપ્યો છતાં.

પણ સાસરિયામાં તેની સાથે મારપીટ અને માનસિક ત્રાસ અટકાયો નહીં કંટાળીને સવિતા ખુદ ખુશી કરવાનો પ્રયત્ન કર્યો તે પંખા સાથે અને લટકવાનો પ્રયત્ન કરી રહી હતી આ દરમિયાન તેની સાસુ ત્યાંથી પસાર થઈ પરંતુ તેના પર કોઈ જાતની અસર જોવા મળી નહીં સવિતા એ પોતાનો ઈરાદો બદલ્યો અને.

જે પરિવાર માટે તે જીવ આપી રહી હતી તેને કોઈ ફરક નથી પડતો તેવું સમજી અને સાસરીયુ છોડી દીધું પોતાના બાળકો સાથે તે ઈન્દોર પહોંચી અને બ્યુટી પાર્લરમાં તેને કામ શરૂ કર્યું કામ કરતી પોતાના બાળકોને રાખતી આ દરમિયાન તેને અભ્યાસ પણ ચાલુ રાખ્યો તેને ઇન્દોર યુનિવર્સિટી માંથી.

પબ્લિક એડમીનીસ્ટ્રેશનમાં માસ્ટર્સ ની ડિગ્રી મેળવી અને પ્રથમ પ્રયત્ન દરમિયાન તેને સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી પરીક્ષા પાસ થતાં સવિતાને તરત નોકરી મળી ગઈ અને તે ચીફ મ્યુનિસિપલ ઓફીસર તરીકે સેવા આપવા લાગી તેની જિંદગીમાં આ દરમિયાન ફરી તેનો પતિ પાછો આવ્યો અને.

તે તેને હેરાન કરવા લાગ્યો સવિતા જેને છોડીને આવી હતી તે ફરીથી તેને હેરાન કરવા લાગ્યો આ દરમિયાન સવિતાએ
આ બાબત પોતાના સિનીયર ઓફીસર ને જણાવી સિનિયર ઓફિસરે પોલીસને જાણ કરી અને સવિતા પાસે જેવો તેનો પતિ હેરાન કરવા માટે પહોંચ્યો આ સમયે સમગ્ર હકીકત.

જણાવી અને પોતાના પતિ વિરુદ્ધ માનસિક ત્રાસ આપે શારીરિક ત્રાસ સહીતની આપવીતી જણાવી અને કેશ નોંધાવ્યો કોર્ટ માં છુટાછેડા બાદ સવિતા પ્રધાન પોતાના બાળકો સાથે સુખમય જીવન વ્યતીત કરી રહી છે તેના પતિ ને તેના કરતુતો ની સજા પોલીસે વ્યાજ સહીત આપી દિધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *