પોતાની આવડત ધગસ અને સખત પરિશ્રમ થકી લોકો કાંઈપણ મેળવવામાં સફળ બને છે એવું જ કામ કરી બતાવ્યું છે સુરત ના વરાસા ની મધ્યમવર્ગીય પરિવારમાં થી આવતી દિકરી ધ્રુવી જસાણીએ અમેરીકા નાશા યુનિવર્સિટીમાં સ્થાન મેળવીને સમગ્ર ભારતનું નામ વિશ્વ ફલકે ગુંજતું કર્યું છે નાશા યુનિવર્સિટીમાં સ્થાન મેળવવુ સરળ નથી.
એના માટે સખત પરિશ્રમ જરુરી છે સુરતના વરાછા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતી ધ્રુવી જસાણી ના પિતા હેલ્ડલુમનો વ્યવસાય કરે છે ધ્રુવીએ 12 સાયન્સ માં અભ્યાસ બાદ વિજ્ઞાન વિષયમાં સખત મહેનત કરી રહી હતી અને ત્યારબાદ તેને નાસાની એપ્લિકેશનમાં તૈયારી કરી હતી.
ચાર જેટલી અઘરી પરીક્ષા પાસ કરીને તેને નાસા યુનિવર્સિટીમાં સ્થાન મેળવ્યું હતું આ પરીક્ષામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાંથી 300 સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં થી ધ્રુવી જસાણીની પસંદગી થવા પામી હતી વિશ્વ લેવલે લેવાયેલી આ પરીક્ષામાંથી માત્ર ભારતના બે જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેમાંથી એક પંજાબનો યુવક અને.
બીજી સુરતની દિકરી ધ્રુવી જસાણી છે ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ધ્રુવી જેસાણીના ઘેર પહોંચ્યા હતા અને સાલ ઉતારીને સન્માન કર્યું હતું ધ્રુવી જસાણી હવે અમેરીકા નાશા યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે જે અવકાશ માં જતા યાત્રીઓની સવલતો પુરી પાડે છે અને અવકાશ માં સંસોધન કરે છે સુરતની દિકરી ની આ સિદ્ધી થી દેશભરમાં તેના વખાણ થયા છે.