બોલીવુડની એક અભિનેત્રી કરોડપતિ સાથે લગ્ન કરવા જઈ રહી છે, લગ્ન પહેલા જ 5 વર્ષના બાળકની માતા બન્યા બાદ હવે 32 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ એક હસીન સંજોગ છે કે અભિનેતા અક્ષય કુમારની બંને અભિનેત્રી હાલમાં લગ્ન કરવા જઈ રહી છે.
જ્યાં એક તરફ રાઉડી રાઠોડની હિરોઈન સોનાક્ષી સિન્હા 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરશે, ત્યારે અક્ષયની બીજી હિરોઈન પણ હવે દુલ્હન બનવા માટે તૈયાર છે ખાસ વાત તો એ છે કે આ અપરણિત અભિનેત્રી પાંચ વર્ષના દીકરાની માતા છે અને હવે કરોડપતિ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે અક્ષયની એ અભિનેત્રી કોણ છે જે ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે તો આ સસ્પેન્સ પરનો પડદો હટાવીને તમને જણાવી દઈએ કે તે અભિનેત્રી બીજી કોઈ નહીં પણ એમી જેક્સન છે.
સિંઘ બ્લિંગ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કામ કરનાર એમી જેક્સન 32 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે. એમી પહેલેથી જ 5 વર્ષના પુત્રની માતા છે.એમી જેક્સને આ વર્ષની શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડમાં બ્રિટિશ અભિનેતા એડ વેસ્ટવિક સાથે સગાઈ કરી હતી અને હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. જેની ઉજવણી અભિનેત્રીએ પ્રાઇવેટ પ્લેનમાં બેચલર પાર્ટીના આયોજનથી કરી હતી.
એમીએ પોતે ઇન્સ્ટા સ્ટોરીઝમાં ઘણી તસવીરો અને વીડિયો શેર કરીને આ ભવ્ય બેચલરેટ પાર્ટીની ઝલક બતાવી છે.એમીએ ફ્રાન્સમાં પ્રાઈવેટ પ્લેનમાં પોતાના લગ્નની ઉજવણી કરી હતી.એમીએ સફેદ બ્લેઝર સાથે લાંબો સફેદ સ્કર્ટ પહેર્યો હતો અને હાથમાં નેટ ગ્લોવ્સ પહેર્યા હતા, એમી બોસ લેડી લુકમાં જોવા મળી હતી.
એમી તેની બેચલરેટ પાર્ટીમાં તેના મિત્રો સાથે ખૂબ જ ખુશ અને મસ્તી કરતી જોવા મળી છે, તેણે કેક ના ફોટા પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. તમે જોઈ શકો છો કે આ કેક પર કપલ નો લિપ કિસ કરતો ફોટો છે. જો કે એમી ક્યારે અને ક્યા લગ્ન કરશે તે અંગે તેને હજુ સ્પષ્ટતા કરી નથી.
તમને જણાવી દઈએ કે એમી જેક્સન અને એડ વેસ્ટવિક છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે, જાન્યુઆરી 2024માં એડ વેસ્ટવિકે સ્વિટ્ઝર્લેન્ડની બરફીલા ખીણોમાં એક મોટા પુલની વચ્ચે ઘૂંટણિયે બેસીને એમીને પ્રપોઝ કર્યું હતું.એમીએ ઘણા ફોટા શેર કરીને ચાહકોને તેની સગાઈ વિશે માહિતી આપી હતી અને તેના ચાહકોને સગાઈની વીંટીની ઝલક પણ બતાવી હતી.
તમને જણાવી દઈએ કે એડ વેસ્ટવિકને ડેટ કરતા પહેલા એમી જેક્સનની સગાઈ હોટેલિયર જ્યોર્જ પનાયોટોવા સાથે થઈ હતી અને સગાઈ પછી એમી એક દીકરાની માતા પણ બની હતી. જે હાલમાં 5 વર્ષનો છે.એમી જેક્સન બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બર સાથે પણ રિલેશનશિપમાં હતી બંને તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હતા.એવું માનવામાં આવતું હતું કે એમી અને પ્રતીક લગ્ન કરી શકે છે પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.