હાલમાં દેશભરમાં શિયાળાની સિઝન સાથે લગ્નની સીઝન પણ ચાલી રહી છે. ચારેતરફ લગ્નનો માહોલ જામ્યો છે એવામાં ટીવી ઇન્ડસ્ટ્રી માથી પણ લગ્નની ખબરો સામે આવે એ સ્વાભાવિક છે.જોકે આ વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરતા વધુ કલાકારોના ઘરમાં પારણાં બંધાયાની ખબરો જે રીતે સામે આવી છે એ જોતા એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોઈના લગ્નની ખબર સામે નહિ જ આવે કારણ કે હાલમાં વર્ષનો અંતિમ મહિનો છે અને કોઈપણ કલાકારના પરિવારમાં લગ્નનો માહોલ જોવા મળ્યો ન હતો.
પરંતુ હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકારના દીકરાના લગ્ન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કલાકારે માત્ર પરિવાર એને નજીકના મિત્રો સાથે મળી દીકરાના લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કલાકાર બીજુ કોઈ નહિ પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી ઘરઘરમાં જેઠાલાલના નામે જાણીતા બનેલા દિલીપ જોશી છે.
ગત વર્ષે દિલીપ જોશીએ દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા મુંબઈની જાણીતી હોટલમાં પાર્ટી પણ આપી હતી જેને કારણે આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા પરંતુ આ વર્ષે દિલીપ જોશીએ દીકરાના લગ્ન કોઈપણ જાતની ખબર બહાર પાડ્યા વિના પરિવારની હાજરીમાં જ કર્યા છેજો કે દીકરાના લગ્નમાં પણ અભિનેતાએ રિસેપ્શન રાખ્યું હતું જેમાં તારક મહેતા સીરિયલ ની પૂરી ટીમ હાજર રહી હતી.
જેમાં ભવ્ય ગાંધી , દિશા વાકાણી પણ હાજર હતા. દિશા વાકાણી પોતાના ૬ વર્ષના દીકરા સાથે આ લગ્નમાં પહોંચી હતી.જો કે પાર્ટી માં શૈલેષ લોઢા તેમજ મુનમુન દત્તા જોવા મળ્યા ન હતા વાત કરીએ લગ્નની પાર્ટીના ભવ્ય આયોજન વિશે તો હાલમાં સોશિયલ મીડિયા પર આ લગ્નના કેટલાક ફોટા અને વિડિયો સામે આવ્યા છે. જેમાંના એક વીડિયોમાં દિલીપ જોશી દીકરાના લગ્નમાં નાચતા પણ જોવા મળી રહ્યા છે જણાવી દઇએ કે અભિનેતાના દીકરાનું નામ રિત્વિક જોશી છે.