જે મા-બાપે આપણને નાને થી મોટા કર્યા આપણને દી-દુનિયાની ભાન આપી આપણી નાનેથી નાની જરુરિયાતો પૂરી પાડી તે મા-બાપને આપણે હંમેશા મદદરૂપ થવું જોઈએ આ સમજણ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ મા-બાપ તમારી પાછળ પોતાનો પુરો જીવન વ્યતિત કરી દે છે અને તમે તેમને અડધે રસ્તે છોડી દો તેમાં તમે કોઈ સારી વસ્તુ નથી કરી રહ્યા આગળ જતાં તમારો પરિણામ પણ આવું જ આવશે આ બધું કર્મને આધીન છે જેવું કરશો તેવું મળશે તમારા કરેલા કર્મ તમને ભવિષ્યમાં મળશે.
આજે આપણે અહીં એક એવા દંપતીની વાત કરવાના છીએ જેમણે તેના પુત્રને નાનેથી મોટો કર્યો તેને દરેક સુવિધાઓ આપી અને આજે તે તેના માતા પિતાને છોડીને સાસરિયામાં ઘર જમાઈ થઈ ગયો છે અને તેના માતા-પિતાને પૂછતો પણ નથી ચાલો જાણીએ તે માતા પિતા ની વેદના વિશે નટુ પ્રજાપતિ અને સવિતા પ્રજાપતિનો દીકરો તેમને બે વર્ષ પહેલાં છોડીને જતો રહ્યો હતો શરૂઆતમાં આઠ વર્ષ તેઓ તેમના સાથે રહેતા હતા ત્યાર પછી અચાનક એક દિવસે તેઓ કીધા વગર નાગપુર તેના સાસરિયે જતા રહ્યા હતા.
નટુ પ્રજાપતિને શરીરની ઘણી બીમારીઓ છે હાલમાં તેમનું એક ઓપરેશન થયું હતું જેમાં ૨૫ હજારની સહાય તેમને ગામવાળા લોકો તરફથી કરવામાં આવી હતી જ્યારે આ વાતની જાણ તેના દીકરાને કરવામાં આવી હતી ત્યારે તેણે કહ્યું હતું હું મળવા આવીશ પરંતુ તે આવ્યો ન હતો હમણાં નટુ પ્રજાપતિને પગની નસ દબાય છે જેની દવા ચાલુ છે તે ચાલી નથી શકતા તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એક સંસ્થા એ તેમની મુલાકાત લીધી અને તેમની થોડીક તકલીફો દૂર કરી આપી.
સવિતા પ્રજાપતિ દવાખાનામાં ઝાડુ પોતા કરવા જાય છે જેના તેમને 2500 રૂપિયા પ્રતિ મહિને મળે છે અને તેમના પતિ ઘરે બેસીને સાડીમાં સ્ટોન લગાવે છે અને તેઓ આવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે કોરોના દરમિયાન તેમને આજુબાજુવાળા ખાવાનું આપી જતા હતા જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી લેતા હતા પરંતુ હવે તેમને થોડીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેમની આ દુઃખ ભરી કહાની સાંભળીને દંપતીને સંસ્થા દ્વારા 12 મહિનાનું રાશન ભરાવી આપવામાં આવ્યું અને તેમના ઘરનું ભાડું સંસ્થા દ્વારા ભરી આપવામાં આવ્યું અને તેમને આગળ જતાં પણ સંસ્થા તરફથી સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.