આપણે હંમેશા પંખાને એસીમાં રહ્યા છેએ તજયારે ઘરની વીજળી બે મિનિટ માટે જતી રહે તો આપણે ઘરને માથા ઉપર લઈ લઈએ છીએ પરંતુ ક્યારેય એ નથી વિચાર્યું કે જેના ઘરમાં પંખો લાઇટ નહીં હોય તે પોતાનું જીવન કેવી રીતે ગુજારતા હશે ગરમીમાં રહેવું એ સામાન્ય વાત નથી આજે આપણે એવા જ એક વ્યક્તિ ની મુલાકાત લેવાના છીએ જે અંધારામાં અને લાઇટ વગર રહે છે ચાલો જાણીએ તેમની કહાની વિશે.
દિયાળભાઈ નવસારીમાં રહે છે સંસ્થા દ્વારા તેમના ઘરની મુલાકાત લેવામાં આવી ત્યાં તેમણે જોયું કે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી રાંધવા માટેની જગ્યાએ કોઈ સુવિધા નહોતી અને ઘરમાં અંધારું હતું ત્યાં પંખાની સુવિધા પણ ન હતી તે પરથી આપણે વૃદ્ધ વ્યક્તિની પરિસ્થિતિ સમજી શકીએ છીએ અને વરસાદના માહોલમાં તેમના ઘરમાં વરસાદ પણ આવતો હતો અને તેવી પરિસ્થિતિમાં તે રહેતા હતા આ જોઈ આપણને ખૂબ જ દુઃખ થશે કે વૃદ્ધ વ્યક્તિ જેને આ ઉંમરમાં આરામ મળવો જોઇએ તે આ ઉંમરમાં આટલી કઠિન જિંદગી જીવી રહ્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો તમારા ઘરમાં કોણ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે મારા ઘરમાં કોઈ નથી મારા પત્ની હતા જે ગુજરી ગયા છે હું અહીં ૭૨ વર્ષથી રહું છું મારા પાસે કોઈ કાર્ય નથી મને આજુબાજુવાળા જે કોઈ કંઈ આપી જાય તે હું ખાવ છું કયારેક પાણી રોટલો ખાઉં ક્યારે પાણી પીવું તો કયારેક કંઈ જ ન મળે તો ભૂખ્યા પેટે સુઈ જઉં છું શું કરું મારી મજબૂરી છે મને ભોગવવું પડે છે કોઈ વ્યક્તિ આવે જે મને થોડું અનાજ આપી જાય તેમાંથી હું કંઈક બનાવું અને ખાઉં છું.
સંસ્થા દ્વારા તેમને બે વર્ષનું રાશન આપવામાં આવ્યું અને તેમને દર વર્ષે રાશન આપવામાં આવશે તથા તેમને જે પણ જીવન જરૂરિયાત વસ્તુની જરૂરત હોય તે પણ પૂરી પાડવામાં આવશે અને જો આગળ જતાં ટિફિનની સુવિધા ઉપલબ્ધ થશે તો તેમને ટિફિન આપવામાં આવશે જેથી તેમને રાંધવું ન પડે થોડાક રૂપિયા તેમને આપવામાં આવ્યા જેથી તે જરૂરિયાત ને લગતી વસ્તુઓ ખરીદી શકે આમ સંસ્થા દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરવામાં આવી.