Cli
72 દિવસ જેલમાં રહ્યા બાદ દેવાયત ખાવડ ને જામીન મળ્યા, બહાર આવતા લોકોના ટોળા ઉમટ્યા, પરંતુ કોર્ટે આ શરતે...

72 દિવસ જેલમાં રહ્યા બાદ દેવાયત ખાવડ ને જામીન મળ્યા, બહાર આવતા લોકોના ટોળા ઉમટ્યા, પરંતુ કોર્ટે આ શરતે…

Breaking

રાજકોટ શહેરમાં મયુર સિંહ રાણા પર સાત નવેમ્બર 2022 ના રોજ દેવાયત ખાવડ અને તેમના સાગરીતો એ જાનલેવા હુમ!લો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને દેવાયત ખાવડ પર પોલીસ કેસ દાખલ થયો હતો તેઓ સતત 72 દિવસથી રાજકોટ જેલમાં હતા તેમને ઘણી બધી જામીન અરજીઓ કરી હતી.

પરંતુ જામીન અરજી હંમેશા ફગાવવામાં આવતી હતી એ વચ્ચે તેમની કોર્ટે જામીન અરજી મંજૂર કરી દીધી છે પરંતુ દેવાયત ખાવડ ને કોર્ટ જામીન આપતા એક શરત રાખી છે કોર્ટના આદેશ અનુસાર દેવાયત ખાવડ છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ મેળવી શકશે નહીં તેમને રાજકોટ શહેરથી છ મહિના સુધી દૂર રહેવું પડશે.

રાણો રાણાની રીતે ફેમ ગુજરાતી ફેમસ લોકસાહિત્યકાર દેવાયત કાવડ છેલ્લા 72 દિવસથી જેલના સળિયા પાછળ રાજકોટ ની મધ્યસ્થ જેલમાં બંધ હતા કોર્ટે તેમના જામીન હવે મંજુર કરી દેતા તેઓ જેલમાં થી બહાર આવતા મોટી સંખ્યામાં લોકોની ભિડ જેલની બહાર ઉમટી પડી હતી દેવાયત ખાવડ ના સમર્થકો તેમના બહાર આવવાની.

આતુરતા થી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેમના સમર્થકો માં ગજબની ખુશી જોવા મળી હતી દેવાયત ખાવડ જેલમાંથી બહાર આવી પોતાના ઘેર પણ હાલ જઈ શકશે નહીં તેઓ ને કોર્ટે છ મહીના સુધી રાજકોટ થી તડીપાર કર્યા છે જેલમાંથી બહાર આવતા જ જેલની બહાર આગંણ માં બિરાજમાન માતાજી ના મંદિરે તેમને માથું ટેકવ્યું હતું.

માતાજીના આશીર્વાદ મેળવી તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી તેમને શરૂઆતમાં પોતાના ચાહકોનો આભાર માનીને પોતાની કુળદેવી નો આભાર માન્યો હતો અને ત્યાર પછી તેમને અમૃત ઘાયલની રચનાથી વાતચીત ની શરૂઆત કરી તેમને શરૂઆતમાં સાયરી કહી કે જેમની સંસારમાં વસમી સફર નથી હોતી તેમને શું છે જિંદગી તેની ખબર નથી હોતી.

આ સાથે દેવાયત ખાવડે જણાવ્યું હતું કે તમામ પ્રશ્નોનો પ્રત્યુતર હું સમય આવે ત્યારે આપીશ હું હજુ ઘણા બધા ખુલાસા મીડિયા ની સામે કરીશ સમયની રાહ જુઓ હવે એ જોવું રહ્યું કે દેવાયત ખાવડ આવનાર સમયમાં કેવા ખુલાસા કરે છે દેવાયત ખાવડ ના બહાર આવતા જ તેમના ચાહકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *