કહેવાય છે ને મોતનો કોઈ ભરોસો નથી હોતો હાલમાં તમે હસી રહ્યા હોય અને બીજી જ ક્ષણે તમારી જીવાદોરી છીનવાઈ જાય એવું પણ બને હાલમાં કઈ આવું જ બન્યું જાણીતા યુ ટ્યુબર દેવરાજ પટેલ સાથે.છતીસગઢના જાણીતા યુ ટ્યુબર દેવરાજ પટેલ જેમનું હાલમાં જ રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે તેમને મોતના ૪ કલાક પહેલા જ એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
મહત્વની વાત તો એ છે કે મોતના ૪ કલાક પહેલા શૂટ કરેલા આ વીડિયોમાં દેવરાજ ભગવાનની વાત કરતા જોવા મળી રહ્યા છે અને અંતમાં બાય બાય કહેતા જોવા મળી રહ્યા છે વિડિયોમાં દેવરાજ કહી રહ્યા છે કે ભગવાને એમનો ચહેરો એવો બનાવ્યો છે કે તેમને ક્યૂટ કહેવા કે ક્યુટેસ્ટ એ જ નથી સમજાતું.
વાત કરીએ દેવરાજ ના અકસ્માત અંગે તો દેવરાજ અને તેમના મિત્ર વિડિયો શૂટ કરી પરત ફરી રહ્યા હતા તે સમયે સ્પીડ માં આવેલા ટ્રકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જે બાદ દેવરાજનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું.સાથે જ તેના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી.
વાત કરીએ દેવરાજના યુ ટ્યુબર તરીકેના કરિયર અંગે તો ૨૨ વર્ષીય યુ-ટ્યુબર કૉમેડિયનના લગભગ ૪ લાખ સબસ્ક્રાઇબર્સ હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેમના ૫૭ હજાર ફોલોઅર્સ હતા. તેમનો સૌથી પ્રખ્યાત ડાયલૉગ દિલ સે બુરા લગતા હૈ ભાઈ હતો, જેણે તેમને નામના અપાવી હતી અને દેશભરમાં જાણીતા બન્યા હતા.
તેમનો આ વિડીયો બે-ત્રણ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો, જેની ઉપર પછીથી ઘણાં મીમ્સ પણ બન્યાં હતાં ઉપરાંત, દેવરાજ પટેલે યુ-ટ્યુબર ભુવન બામની વેબ-સિરીઝ ઢિંઢોરામાં પણ કામ કર્યું હતું. જેમાં પણ તેમના વિશેષ ડાયલોગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.