દેશભરમાંથી લવમેરેજના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે જેમાં ઘણીવાર લવ મેરેજ નું દુઃખદ અંત આવે છે તો પરિવારજનોમાં વિખવાદ પણ જોવા મળે છે એક એવો જ દર્દનાક મામલો છત્તીસગઢના દુર્ગ વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં પરિવારની મંજૂરી વિના લગ્ન કરી લેનાર ઘરની.
બહાર કાઢી મુકેલી દીકરીને માતાએ ફરી ઘરમાં બોલાવતા ગુસ્સે થયેલા પિતાએ પોતાની સુતેલી ત્રણ દીકરીઓ અને તેની માતા પર તલવારથી હુ!મલો કર્યો હતો સમગ્ર ઘટના અનુસાર ખુરશીપાર થાના ક્ષેત્ર વિસ્તારમાં અમરદેવ રાય ની મોટી દિકરી વંદનાએ પોતાના માતાપિતા ની મરજી ની.
વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી અભિષેક સિંહ સાથે દોઢ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને શહેરથી બહાર ચાલી ગઈ હતી પરંતુ એ વચ્ચે વંદના ની માતા દેવતીએ પોતાની દીકરીને પોતાના ઘેર બોલાવી હતી પરંતુ આ બાબતે પિતા રાજી નહોતા જેના કારણે અમરદેવે તેમની પત્ની અને દિકરીઓ પર દાઝ રાખીને.
રાત્રીના સાડા ત્રણ વાગ્યા ના સમયે જ્યારે પત્ની દેવકી પુત્રી વંદના જ્યોતિ અને પ્રીતિ એક રૂમમાં સૂતેલા હતા ત્યારે અમરદેવે તલવારથી ચારેય પર જાનલેવા હુમલો કર્યો હતો જેમાં વચેટ દિકરી જ્યોતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મો!ત નિપજયું હતું જયારે આ ઘટના માં.
ઘાયલ થયેલ પત્ની દેવકી પુત્રી વંદના અને પ્રિતી ને દુર્ગ જીલ્લાની શંકરાચાર્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે બચી ગયેલી બંને દીકરી અને તેની માતાની સ્થિતિ ગંભીર છે પોલીસે આ ઘટનામાં આરોપી અમરદેવ રાયની ધડપકડ કરી છે અને તેને જેલમાં સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે.