ગુજરાતમાં લોકસાહિત્યકાર નો હંમેશા દબદબો રહ્યો છે ગુજરાતી સંસ્કૃતિ સભ્યતા અને ધરરોહર ને લોકોના હદ્વય માં જીવંત રાખવાનો શ્રેય મોટાભાગે લોકસાહિત્યકાર ના શિરે રહ્યો છે એવા જ પ્રખ્યાત જાણીતા ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવી જેવો હાલ દેશ વિદેશમાં પોતાના હાકોટાએ સ્ટેજ ના મોભારા ધ્રુજાવે છે.
જેમના અવાજથી માનવ હૈયા વાઈબ્રન્ટ થાય છે જેઓની ખ્યાતિ ચોતરફ પ્રસરેલી છે જેઓ હાલ લોકવાર્તાઓ લોકગીતો ભજનો દેશભક્તિ ની અનોખી ઢબે વાતો થી નાના મોટો સૌ કોઈ ની પહેલી પસંદ છે શ્રોતાઓ આજે એમને ખુબ સાભંડવા પસંદ કરે છે આજે મોંઘીદાટ ગાડીઓ માં ફરતા રાજભા ગઢવી ના.
જીવન સાથે એક સર્ઘષ રહેલો છે સર્ઘષ માં વ્યક્તિ ને કોઈ ના ઓળખે જ્યારે વાહવાહી થાય ત્યારે જગત ઓળખે રાજભા ગઢવી નો જન્મ અમરેલીના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણીના નેશ માં થયો હતો રાજભા ગઢવી ઝાઝું ભણેલા નથી એ છતાં કોઠા સુધી આવડત થી તેઓ આજે લોકવાર્તાઓ કરે છે.
અને એક જાણીતા લોકસાહિત્યકાર બનીને ઉભર્યા છે નાનપણ થી રાજભા ગીરના ખોળે રમીને મોટા થયા છે બાળપણ થી જવાની સુધી ગીરના જંગલોમાં તેઓ ગાયો ભેંસો ચરાવવા જતા હતા તેઓ પોતાની પાસે રેડીઓ રાખતા અને સાભંડતા સાલ 2001 માં સતાધાર પાસેના રામપરા ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કલાકારો.
મોડા પડતા રાજભા ગઢવી ને ત્યાં ગાવાનો મોકો મળ્યો અને રાજભા એ એવી રમઝટ બોલાવી લોકો એમના અવાજના દિવાના થયા રાજભા એક કાર્યક્રમમાં એવા ફેમસ બન્યા કે આજુબાજુના થતાં કાર્યક્રમ માં તેઓની હાજરી અનિવાર્ય બની આવનાર સમયમાં તેઓ મોટા લોકસાહિત્યકાર બની ઉભર્યા તેઓ હાલ જુનાગઢ રહે છે.
તેમના પરીવારમાં તેમના માતા પિતા પત્ની એક દિકરો અને બે દિકરીઓ છે આજે તેઓ એશોઆરામ ની જીદંગી ગુજારે છે છે એક સમયે પગમાં ચપ્પલ વિના તેઓ ગાયો ભેંસો ચરાવતા હતા આજે તેઓ મોંઘીદાટ ગાડીઓ માં ફરે છે તેઓએ જીવનમા પોતાના કષ્ટદાયક સર્ઘષ થકી ઘણું બધું મેળવ્યું છે તેઓ આજે પણ આ શ્ર્યેય પોતાની કુળદેવી ને આપે છે.