દેશભરમાં અભિનેતા અને અભિનેત્રીઓ માત્ર અભિનય જ નથી કરતા પરંતુ ઘણી બધી પ્રોડક્ટ ને પ્રમોટ કરતા પણ જોવા મળે છે જેમાં દૈનિક ચીજ વસ્તુઓથી લઈને મોટા મોટા ફ્લેટ અને ઘણી બધી બ્રાન્ડ પણ સામેલ છે વેચાણકર્તા અને ઉત્પાદનકારો પોતાની ચીજ વસ્તુઓ ના વધુ વેચાણ માટે આ કામ સેલિબ્રિટીઓ ને સોંપે છે.
અને તેમના પર વિશ્ર્વાસ સાથે લોકો આ ચીજ વસ્તુઓ ને ખરીદતા પણ જોવા મળે છે ઘણા સેલિબ્રિટી પોતે જે પણ ચીજ વસ્તુઓની જાહેરાત કરતા હોય છે તેની ખરાઈ પણ કરતા નથી તેના કારણે ઘણી વાર લોકોને તકલીફો પડે છે અને ઘણી વાર છેતરપિંડી નો પણ ભોગ બને છે એવો જ એક મામલો સામે આવ્યો છે.
બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની પત્ની ગૌરીખાન વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમ 409 દાખલ કરવામાં આવી છે લખનઉ સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તુલસીયાની કન્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ લિમીટેડ ના સીએમડી અનીલ કુમાર તુલસીયાની ડાયરેક્ટર મહેશ તુલસીયાની અને.
બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન વિરુદ્ધ ફરીયાદ નોધંવામા આવી છે અંદાજિત 86 લાખ રૂપિયા લેવા છતાં પણ ફ્લેટ બીજા કોઈને આપી દેવાનો આરોપ લગાડવામાં આવ્યો છે લખનઉ સુશાંત ગોલ્ફ સીટી માં તુલસીયાની ગોલ્ફ વ્યુમા વેચાતા ફ્લેટ નો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે તેને એવા આક્ષેપ કર્યા છે જે બ્રાન્ડ એમ્બેસેડર.
તરીકે ગૌરી ખાન પ્રચાર કરતી જોવા મળી હતી અને તેનાથી પ્રભાવિત થઈ અને ગૌરીગાન ના વિશ્ર્વાસ માં આવી ને તેને આ ફ્લેટ લીધો હતો ગૌરી ખાન મશહૂર તુલસીયાની ગૃપની બ્રાન્ડ એમ્બેસેડર હતી ગૌરી ખાન વિરુદ્ધ માં કેશ નોંધાવનાર વ્યક્તિ નુ નામ કિરીટ જસંવત શાહ છે અને તે મુંબઈ માં રહે છે આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે.