હવે એકદમ સંક્ષિપ્તમાં વાત દેશના એક એવા રિપોર્ટની જે ઇન્ડિયન એક્સપ્રેસે કર્યો ઇન્ડિયન એક્સપ્રેસ આજે હાથમાં લેતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ઊંઘ ઉડી ગઈ હશે. એક્સપ્રેસ ખોલતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર જાણે આપ તૂટી પડ્યું એમના પરિવારની જમીન લેવેચનો આખો રિપોર્ટ પહેલા પાના પર હતો. એમપીના સીએમ મોહન યાદવના પરિવાર અને એમની સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ કંપની એમણે ઉજ્જૈનમાં બહુ મોટાપાએ જમીનો ખરીદી એના વિશે અહેવાલ હતો. મોટાભાગની જમીન ડિસેમ્બર 2023 માં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ પછીના ગાળામાં ખરીદવામાં આવી છે એ સિવાય એ શિક્ષા મંત્રી હતા ત્યારે પણ જે જમીનો ખરીદાઈ એનો રિપોર્ટ એમાં હતો વિસ્તારથી પરિવારે અંદાજે 168 એકરમાં ફેલાયેલા 137 પ્લોટ ખરીદ્યા છે મોટા પ્લોટ જેની સરકારી કિંમત 45 કરોડ ખરીદ કિંમત એ વખતે બતાવાઈ છે. ખરીદી કોણે કરી સીએમના પત્ની પુત્ર પુત્ર વધુ એમના ભત્રીજા એમના કઝિન્સ એમના પિત્રાઈ ભાઈઓ 168 એકરમાંથી 111 એકર જમીન ઉજ્જૈનની આસપાસ બની રહેલા નવા હાઈવે સરકારી રોડ લિંક
અને રસ્તા પોળા કરવાના જેટલા પ્રોજેક્ટ છે એની એકદમ નજીક છે. ગંગીડી વિસ્તાર આ મુખ્ય સૌથી મુખ્ય ખરીદી કેન્દ્ર છે જ્યાં ઉજ્જૈન બઢનગર અને ઉજ્જૈન ઇન્દોર હાઈવેનું મોટું જંક્શન આવેલું છે પરિવારે ત્યાં પણ 51 એકર જમીન ખરીદી છે. પરિવારે ઉનહેલ વિસ્તાર ત્યાં પણ 29 એકર જમીન ખરીદી છે અને એને ખૂબ ઝડપથી એમણે પ્રાઇવેટ હાઉસિંગ સ્કીમમાં ફેરવવાનું શરૂ કરી દીધું છે એમણે પ્રોજેક્ટસ લોન્ચ કર્યા છે. આ જમીનો ઉજ્જૈન માસ્ટર પ્લાન હેઠળ નક્કી કરાયેલા એવા વિસ્તારોમાં ખરીદવામાં આવી છે જ્યાં ખેતીની જમીનો એટલે એગ્રીકલ્ચર લેન્ડ છે એનો હેતુ ફેર કરીને એને એને કરીને એને રહેણાંક કે પછી વ્યાપારી કમર્શિયલ યુઝ કરવાનો એનો પ્રસ્તાવ હતો હવે માસ્ટર પ્લાનનું નામ આવે સરકારી પ્રોજેક્ટ જાહેર થાય એ પહેલા એ જમીન ખરીદવામાં આવી અને પછી એ બધા પ્રોજેક્ટ જાહેર થયા આખો પેજ અહીંયા છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર કઈ જગ્યાએ રોડ બનાવવાની છે કઈ જગ્યાએ એની જમન કમર્શિયલ થવાની છે ક્યાં હેતુપેરફેર થવાનો છે આ બધી જ ઇનસાઈડ ઇન્ફોર્મેશન છે બહુ અંદરની માહિતી છે ને એટલે જ આને ઇનસાઈડર ટ્રેડિંગની જેમ સરખાવ્યું છે. વિપક્ષે આરોપ કર્યો કે સિંહસ્થ કુંભ 2028 નો આવે એ પહેલા સીએમએ પોતાના પદનો દુરુપયોગ કરીને
રોડ પ્રોજેક્ટસ મંજૂર કર્યા અને ત્યાં મંજૂર કરાયા જે એમના પરિવારે જમીન લીધી હતી અથવા એમના પરિવારને ખબર હતી કે અહીંયા આ પ્રોજેક્ટસ આવવાના છે એટલે એમણે ત્યાં એડવાન્સમાં જમીન લીધી. મધ્યપ્રદેશ કોંગ્રેસ અને મહાકાલની જમીનની લૂટ કહી છે એમણે નૈતિકતાના આધાર પર સીએમનું રાજીનામું માંગ્યું છે જો કે આ શબ્દ રાજનીતિમાં બહુ અસ્તિત્વમાં છે નહીં. મુખ્યમંત્રી કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી એમણે આરોપો નકાર્યા છે અને કહ્યું છે કે યાદવ પરિવાર મોહન યાદવ સીએમ બન્યા એ પહેલાથી જ રિયલ એસ્ટેટના ધંધામાં છે એમના બધા જ સોદા એકદમ કાયદેસર છે અને જે સરકારી નિયમો છે એ અનુસાર જ બનેલા છે. મહત્વની વાત એ છે કે હવે મધ્યપ્રદેશમાં શું થાય છે એ આપણને ખબર નથી. ગુજરાતમાં કોઈપણ શહેર તમે લઈ લો જિલ્લો લઈ લો રિંગરોડ અહીંયાથી જ પસાર થવાનો છે ચોક્કસ નેતાઓને જ કેમ ખબર હોય કોમનવેલ્થનું અહીંયા જ ડેવલપમેન્ટ થવાનું છે
અહીંયા જ ગિફ્ટ સીટીનું આજુબાજુ આ થવાનું છે ઇનસાઈડ ટ્રેડિંગ એ બહુ જ સામાન્ય વાત છે ગુજરાત જેવા રાજ્યમાં આનું બહુ જ સામાન્યકરણ ખાસા સમયથી થઈ ગયું છે અને એટલે જ જમીનો ચોક્કસ સમયે ખરીદાય જમીનો ખરીદાયાના એક બે કે ત્રણ વર્ષમાં મહત્તમ ત્રણ વર્ષમાં પાંચ વર્ષની પણ ધીરજ નથી બહુ મહત્વના પ્રોજેક્ટ ત્યાંથી પસાર થાય એમને ખબર હોય કે અહિયા કશું કા આવવાનું છે અને પછી એ કિંમતો અચાનક જ ડબલ તો નહી 10 ગણી થઈ જાય ઘણીવાર હવે આને સામાન્ય ગણાશે કે કેમ એ ખબર નથી. આ માત્ર ગુજરાત કે મધ્યપ્રદેશની કહાની નથી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ જ પ્રકારનું વર્તન કરી રહ્યા છે એમને ખબર હોય છે કે એ બોલશે એટલે આ શેર તૂટવાના છે એ બોલે માર્કેટ ક્રેશ થાય પછી બીજા દિવસ બોલે પ્લસ થાય એટલે એ શેર માર્કેટની ગેમ રમે છે અહીંયા આ પ્રકારની ગેમ થાય છે મધ્યપ્રદેશના જ ન્યુઝ હતા 52 જેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ હતા એમણે ભેગા થઈને સંયુક્ત રીતે એક મોટી જમીન ખરીદી હતી અને પછી ત્યાંથી હાઈવે પસાર થયો અને જમીનના ભાવ ચાર ગણા થઈ ગયા 10 ગણા થઈ ગયા એવા કઈક એક્ઝેટ આંકડો યાદ નથી મને પણ આ પ્રકારની ઘટનાઓ ત્યાં પણ થઈ જે પત્રકારે આ રિપોર્ટ કર્યું છે આ જ પત્રકારે કોંગ્રેસનું શાસન ને એમની સરકાર હતી
એ વખતે રોબર્ટ વાઢરાના જમીન કૌભાંડો પર પણ સ્ટોરી કરી હતી એટલે એવું પણ નથી કે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આ પ્રકારનું વર્તન કરે છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઇનસાઈડર ટ્રેડિંગ કોંગ્રેસના નેતાઓ કરતા હતા રોબર્ટ વાડરા પર પણ આ પ્રકારનો આરોપ હતો આ પ્રકારના કિસ્સાઓમાં થાય શું એક રાજકીય બદનામી થાય અને બે કેસ વર્ષોના વર્ષો ચા ચાલ્યા કરે સાબિત થાય તો કશું થવાની સંભાવના હોય ને એમાં પણ મોટાભાગે આર્થિક અપરાધોમાં તમારે અમુક રકમ ચૂકવવાની હોય છે. એક વ્યક્તિ મુખ્યમંત્રી જેવા પદ પર પહોંચે એના પછી તો શોનું શું થાય એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો જોઈ રહ્યા છે. શિવરાજ ચૌહાણ બહુ અદભુત સીએમ હતા કે પછી વસુંધરા રાજે બહુ મહાન નેતા હતા એવું નથી પણ જેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચહેરો બદલવાની લાઈમાં કે બસ આ બહુ વર્ષોથી છે ને બહુ મોટા થઈ જશે એટલે આપણે આમને બદલી દઈએ એના ચક્કરમાં જ્યાં જ્યાં નેતા બદલ્યા ત્યાં કોઈને કોઈ વિવાદો એમની પાછળ આવ્યા છે એટલે જ રાજસ્થાનના મુખ્યમંત્રીથી લઈને મધ્યપ્રદેશના સીએમ હંમેશા આ પ્રકારે વિવાદોમાં અને અકારણ ચર્ચાઓમાં રહ્યા છે