Cli
બોલીવુડે તમામ હદો પાર કરી દીધી, સેનેટરી પેડમાં ભગવાન શ્રી કૃષ્ણને લગાવી દીધા...

બોલીવુડે તમામ હદો પાર કરી દીધી, સેનેટરી પેડમાં ભગવાન શ્રી કૃષ્ણને લગાવી દીધા…

Bollywood/Entertainment

ધર્મના નામે લોકોની ભાવનાઓ ને ઠેસ પહોંચાડવાનો જાણે બોલીવુડે ઠેકો લઈ લીધો છે ક્યાંક મંદિરમાં ચપ્પલ ક્યાંક ભગવાન શિવને ટોઈલેટમાં પકડવા તો ક્યાંક કાળકામાં ના મોઢામાં સિગરેટ બતાવવી પરંતુ આ વખતે તો હદ જ પાર થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણને સેનેટરી પેડ પર જ બતાવામાં આવ્યા હકીકતમાં 5 ઓગસ્ટે રિલીઝ.

થઈ રહેલી ફિલ્મ માસુમ સવાલના પોસ્ટર પર બખેડો થઈ ગયો છે ફિલ્મના મેન પોસ્ટરમાં જ એક્ટર સાથે ભગવાન શ્રીકૃષ્ણને પણ સેનેટરી પેડ પર બતાવ્યા છે લોકો આમ પણ બૉલીવુડ પ્રત્યે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે પરંતુ તેમ છતાં બૉલીવુડ તરફથી ઠેંગો બતાવીને લોકોની ભવનાઓ સાથે ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

તેના વચ્ચે ફિલ્મની એક્ટરે કહ્યું છેકે ફિલ્મના મેકર્સનો ઈરાદો કોઈની પણ ભાવનાઓ ને ઠેસ પહોંચાડવાનો નથી એમણે કહ્યું આ ફિલ્મનું ટાર્ગેટ રૂઢિવાદી વિચારોને બદલવા અને પિરિયડન લઈને લોકોને જાગૃત કરવા છે જયારે ફિલ્મના ડાયરેક્ટરે કહ્યું છેકે કેટલીયેવાર આપણે વસ્તુને ખોટી નજરે જોઈએ છીએ.

જેનાથી ખોટી ધારણા બની જાય છે અને ફિલ્મ પુરી રીતે માસિક ધર્મ પર આધારિત છે એટલે પેડ બતાવવું જરૂરી છે હવે સવાલ એ છેકે એટલા મોટા પોસ્ટરમાં જગ્યા બીજે પણ હતી ભગવાનને બીજે બતાવી શકાતા હતા સેનેટરી પેડ પર જ ભગવાનને કેમ લગાવામાં આવ્યા અહીં પોસ્ટરમાં લોકોની આસ્થા જોડાયેલ છે ત્યાં રીતે ન જોડવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *