લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી ફેન્સ ના દિલો પર રાજ કરતો આવ્યો છે આ શો ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે શો માં ઘણા બધા નવા ચહેરાઓ આવ્યા તો ઘણા જૂના ચહેરાઓ એ શો ને અલવિદા પણ કહ્યું છે તારક મહેતા શો માં છેલ્લા 14 વર્ષથી તારક મહેતાના મેઈન પાત્રમાં.
અભિનય કરનાર ખુબ જ લોકપ્રિયતા મેળવનાર શૈલેષ લોઢા એ અચાનક જ શો ને છોડી દેતા ફેન્સ ખુબ નારાજ થયા હતા અને પોતાનો ગુસ્સો શો મેટર પર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા શો મેકર આશિત મોદી શૈલેષ લોઢા ની જગ્યાએ સચીન સૌફ ને લઇ આવ્યા છે પરંતુ દર્શકો સચિન ને પસંદ કરતા નથી અને સતત.
શૈલેષ લોઢાને ફરી પાછા લાવવા માટે માંગ કરી રહ્યા છે આશિત મોદી અને શૈલેષ લોઢાના સંબંધો વિખવાદમાં આવ્યા હતા જેના કારણે શૈલેષ લોઢાએ આ શો ને અલવિદા કહ્યું હતું આ વચ્ચે તાજેતરમાં જે તસવીરો સામે આવી રહી છે જે જોઈને લોકોને એ વાતની ખરાઈ થઈ ચુકી છે કે શૈલેષ લોઢા.
ફરી તારક મહેતા શો માં પાછા ફરશે તારક મહેતા શો ના ડીરેક્ટર માલવ સુરેશ રાચદા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૈલેષ લોઢા સાથેની તાજી તસવીરો શેર કરી જેમાં તેઓ શુટીંગ સેટ પર એક સાથે હસતા જોવા મળે છે જે તસવીર મા તારક મહેતા શો ની શુટિંગ ટીમના.
લોકો પણ જોવા મળે છે આ તસવીરો જોઈ ફેન્સ ખુબ જ ખુશ થયા છે અને તેઓ સતત એ રાહ જોઈ રહ્યા છે કે ફરી શૈલેષ લોઢા મહેતા સાહેબના પાત્ર માં અભિનય કરતા જોવા મળશે જેઠાલાલ સાથે ફરી ફાયર બ્રિગેડ બનીને કદમ થી કદમ મીલાવી ઉભા રહેશે ફરી એક આશા નું કિરણ જાગી ગયું છે.