Cli
ભુવાજી એ તો હદ કરી દીધી, ભેંસ પણ ખરીદી અને પૈસા પણ ના આપ્યા ઉપરથી ડર બતાવી તાંત્રીક વિધીના નામે...

ભુવાજી એ તો હદ કરી દીધી, ભેંસ પણ ખરીદી અને પૈસા પણ ના આપ્યા ઉપરથી ડર બતાવી તાંત્રીક વિધીના નામે…

Breaking

દેશભરમાંથી તાંત્રિક વિધીના ઘણા બનાવો સામે આવતા રહે છે જેમાં ઘણી વાર ઘણા લોકો ધાર્મિક આસ્થાના નામે લોકોની સાથે છેતરપિંડી પણ આચરતા જોવા મળે છે એવો જ તાજેતરમાં ગાંધીનગર ના ડભોડા વિસ્તાર માંથી સામે આવ્યો છે સમગ્ર ઘટના અનુસાર ડભોડાના એક એક પશુપાલક પરીવારે બાજુના ગામના.

એક ભુવાને ભેંસ વેચાતી 55 હજાર માં આપી હતી પરંતુ તે ભુવાએ પૈસા બાકી રાખ્યા હતા પશુ પાલક પરીવારે આ પૈસાની માગંણી કરતા ભુવાએ જણાવ્યું હતું કે તમે આપેલી ભેંસ મરી ગઈ હવે સેના હું પૈસા આપું ભેંસ મારી પાસે નથી એમ જણાવતાં ઉપરથી તે પરીવાર પર પોતે માતા મુકી છે એમ જણાવતા પરીવાર ચીંતા માં આવી ગયો હતો.

અંધશ્રદ્ધા ની વાતો સમગ્ર ગામમા ફેલાઈ જતા પશુપાલક પરીવારે બાજુના ગામના એ ભુવાને સમાધાન કરવા જણાવ્યું હતું આ સમયે તે ભુવાએ તાંત્રીક લીધી માતા વાળવી પડશે આમ જણાવી ને પશુ પાલક ના ઘેર કેટલીક તાંત્રીક વિધી કરી 62 હજાર રોકડા અને સોનાના પગરખાં ના 11 હજાર રુપીયા પડાવ્યા અને ઉપરથી આ વિધી દરમીયાન નો.

વિડીઓ બનાવી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો પીડીત પરીવાર જેના 55 હજાર ભેસં ના 62 હજાર રોકડા વિધીના નામે અને 11 હજાર સોના ના પગરખાં ના નામે વશુલી ઉપરથી વિડીઓ પથંકમાં વાઈરલ કરાતા આ પશુ પાલક પરીવારે ડભોડા પોલીસ સ્ટેશનમાં તે ભુવા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *