આપણા દેશમાં એવા કેટલાક એવા નાનકડા ગામો આવેલા છે જ્યાં ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે વરસાદની આ પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ફાઉન્ડેશનને તેવા જ એક નાનકડા ગામની મુલાકાત લીધી અને ત્યાના ગામના લોકોની મદદ કરી.
ત્યાં તેમણે એક વ્યક્તિની મુલાકાત લીધી જેનું નામ રમેશભાઈ હતું તે લગ્નની સિઝનમાં બેન્ડવાજા વગાડે છે પરંતુ લોકડાઉનને લીધે તેમને કામમાં મુશ્કેલી પડે છે તેમનું કામ બંધ થઈ ગયું છે તે નવસારીમાં રહે છે અને ત્યાં તેમની આસપાસ રહેતા લોકોનો જીવન પણ ખૂબ જ ગંભીર હતો ત્યાંના લોકોના ઘર લાકડાના હતા તે પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા તે લોકો રાંધવા માટે લાકડાને બાળીને તેનાં પર તપેલી રાખીને વસ્તુઓ બનાવતા હતા તેમના પાસે કોઈ સાધન ન હતો જેમ આપણા ઘરે ચૂલો કે સગડી હોય છે.
પોપટભાઇ ફાઉન્ડેશન દ્વારા સૌની પરિસ્થિતી જાણીને સૌને રાશનકીટ આપવામાં આવી જેથી તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે.