હાલમાં ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મને લઈને વિવાદ થતો જોવા મળી રહ્યો છે.હિન્દુ મુસ્લિમ એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે.
એવામાં બાબા બાગેશ્વરને લઈને એક ચોકાવનારી ખબર સામે આવી રહી છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ કે જેઓ હાલમાં બાબા બાગેશ્વર નામે સમગ્ર ભારતમાં ખૂબ જ જાણીતા બન્યા છે.તેમની ચર્ચા હાલમાં પાકિસ્તાનમાં પણ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે પાકિસ્તાન હમેશા ભારતનો વિરોધ કરતું આવ્યું છે પરંતુ બાબા બાગેશ્વર નો અલગ અંદાજ જોઈ પાકિસ્તાની લોકો પણ તેમનામાં વિશ્વાસ કરતા જોવા મળી રહ્યા છે હાલમાં સામે આવેલી ખબર અનુસાર પાકિસ્તાની લોકો છુપાઈ ને પણ પોતાના ફોન પર ધીરેન્દ્ર શાસ્ત્રીના વીડિયો જોઈ રહ્યા છે.
વાત કરીએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તો તેમને પોતાના એક પ્રવચનમાં પાકિસ્તાનમાં રામકથા કરવાની ઈચ્છા દર્શાવી હતી.તેમને કહ્યું હતું કે જો સરકાર પરવાનગી આપે તો હું પાકિસ્તાનમાં પણ રામકથા કરી શકું છું.
જો કે હાલમાં સામે આવેલી આ ખબર કેટલી સાચી છે એ તો સમય જ કહી શકે પરંતુ જો બાબા બાગેશ્વર ખરેખર પાકિસ્તાનમાં રામકથા કરશે તો એ ભારત માટે એક ગર્વની વાત જરૂર ગણી શકાય.
જણાવી દઈએ કે બાગેશ્વર ધામ સરકાર/મહારાજ તરીકે જાણીતા, ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ એક ભારતીય વાર્તાકાર છે. શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ છે, જે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના ગાહા ગામનું પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાન છે.