બૉલીવુડ એક્ટર અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે શનિવારે તેના પહેલા બાળક પુત્રને જન્મ આપ્યો હતો પુત્ર હોવાની માહિતી સોનમે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી તેની પોસ્ટ આવતા જ ફેન અને સેલિબ્રિટી તેને શુભેછાઓ પાઠવનારાની લાઈનો લાગી હતી હવે સોનમના પુત્રની પહેલી ઝલક સામે આવી છે.
હકીકતમાં સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ભત્રીજાના ફોટા શેર કરીને તેની દીદી અને ભાભીને અભિનંદન આપ્યા હતા પરંતુ તેણે બાળકનો ચહેરો બતાવ્યો ન હતો તેના પર સ્ટીકર લગાવી દીધા હતા સામે આવેલ ફોટામાં જોઈ શકાય છેકે રિયા તેના ભત્રીજાની ક્યૂટનેસ જોઈને રડવા લાગી હતી.
જણાવી દઈએ કે હાલ સોનમ મુંબઈની એક હોસ્પિટલમાં છે અહીં સામે આવેલા ફોટામાં જોઈ શકાય છેકે રિયા કપૂર રડી રહી છે રિયાએ ફોટો શેર કરીને લખ્યું રિયા માસીને ઠીક નથી ક્યુટનેશ સુંદર છે અને હું બહાદુર મમ્મી સોનમ કપૂર અને પ્યારા પિતા આનંદ આહુજાને પ્રેમ કરું છું નવી દાદી બની ગયેલી સુનીતા કપૂરને.
ખૂબ ખૂબ અભિનંદન એક્ટરની આ પોસ્ટ પર બોલીવુડના કેટલાયે સેલિબ્રિટી શુભેછાઓ પાઠવી હતી તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજાએ 2018 માં લગ્ન કર્યા હતા તેઓ લગ્નના 4 વર્ષ બાદ પહેલા બાળકના માતા પિતા બન્યા છે તેને લઈને કપૂર પરિવારમાં ખુશીઓ ખુબ જ જોવા મળી રહી છે.