એપ્રિલ મહિનામાં ચર્ચાનો વિષય બનેલ અતીક અહમદ કેસ અંગે તો તમે જાણતા જ હશો.ઉત્તરપ્રદેશના રહેવાસી તેમજ નાની ઉંમરમાં શહેર પર રાજ કરવાના સપનાઓ સાથે ગુનાની દુનિયામાં પગ મૂકનાર અતીકની થોડા મહિનાઓ પહેલા જ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જાહેરમાં હ!ત્યા કરવામાં આવી હતી.
હાલમાં જ આ અંગે એક મહત્વની ખબર સામે આવી છે ખબર અનુસાર અતીક અહમદ અને અશરફની મેડિકલ તપાસ દરમિયાન પોલીસની દેખરેખ વચ્ચે હ!ત્યા કરનાર શનિ સિંહ,લવલેશ અને અરુણ મૌર્ય સરકારના વ્યક્તિ ન હોવાનું સામે આવ્યું છે.
હાલમાં જ આ કેસ અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે જે અનુસાર આ ત્રણેય વ્યક્તિઓએ ઉત્તરપ્રદેશમાં પોતાની ધાક વધારવાના ઇરાદે જ અતીક અને તેના ભાઈની હ!ત્યા કરી હતી.
સાથે જ આ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર લવલેશ,અરુણ અને શનિને પિસ્તોલ આપનાર વ્યક્તિ દિલ્હીનો માફિયા હોવાનું પણ કહેવાય રહ્યું છે.જાણકારી અનુસાર આ ત્રણેય ને જીતેન્દ્ર ગોગી નામના વ્યક્તિએ પિસ્તોલ આપી હતી.
જોકે ગોગીએ આ પિસ્તોલ પોતાના દુશ્મન તિલુંને મારવા આપી હોવાનું સામે આવ્યું છે.ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર ગોગી એ દસ લાખ રૂપિયા તેમજ જીગાના પિસ્તોલ આપી હતી.પરંતુ ત્રણેય તિલુની હ!ત્યા કરે તે પહેલા જ ગોગીની હ!ત્યા થઈ ગઈ હોવાથી અરુણ,શનિ તેમજ લવલેશ અતિકની હ!ત્યા કરી હતી.
ઉલ્લેખનિય છે કે અતિક હ!ત્યા કેસમાં રજૂ કરવામાં આવેલ ચાર્જશીટ લગભગ ૨૦૦૦પાનાની છે.સાથે જ વાત કરીએ હ!ત્યામાં ઉપયોગ લેવાયેલ પિસ્તોલની તો આ હત્યામાં ઉપયોગમાં લેવાયેલ પિસ્તોલ તુર્કીમાં બની છે.