Cli
શાહરુખની જેમ KRK નામ રાખીને ફરતા કમાલ ખાન જેવા એરપોર્ટ પરથી ઉતર્યા એવાજ થઈ ધરપકડ, જાણો મામલો....

શાહરુખની જેમ KRK નામ રાખીને ફરતા કમાલ ખાન જેવા એરપોર્ટ પરથી ઉતર્યા એવાજ થઈ ધરપકડ, જાણો મામલો….

Bollywood/Entertainment Breaking

શાહરૂખ ખાનના ટૂંકા નામ SRK ની જેમ પોતાનું ટૂંકું નામ KRK રાખનાર કમાલ રશીદ ખાન તેના અભિનય ઘણી ફિલ્મોના નિર્માણ માટે પણ જાણીતા છે હંમેશા પોતાની અલગ ટિવટથી વિવાદોમાં રહેતા કમાલ ખાન એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ પણ ચલાવે છે અને તેના વિવાદાસ્પદ ટ્વીટ્સ માટે અવારનવાર સમાચારમાં રહે છે.

બિગ બોસના એક સમયે સ્પર્ધક જેઓ પોતાની ટવીટના કારણે તેમની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે તેની ધરપકડ 2020 ના વિવાદાસ્પદ ટ્વીટને લઈને થઈ છે જણાવવામાં આવી રહ્યું છેકે કેઆરકે મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મલાડ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

2020 માં કમાલ રાશિદ ખાને અભિનેતા ઋષિ કપૂર અને ઇરફાન ખાનના વિરોધમાં અપમાન થાય તેવું એક ટ્વીટ કર્યું હતું અને એ મામલે એમની સામે ફરિયાદ નોધવામ આવેલ હતી હવે આ વાતની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા બંને દિવંગત કલાકારો વિરુદ્ધ વિવાદાસ્પદ.

ટિપ્પણી કરવા બદલ કમા રાશિદ ખાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગયા દિવસોમાં કમાલ ખાને વિરાટ કોહલી પર પણ વિવાદ થાય તેવી ટ્વીટ કરી હતી પરંતુ વાતને વેગ મળતા એમને એ ટવીટ ડિલેટ કરી હતી હાલમાં એમની ધરપકડ કરી દેવામાં આવી છે અને એમને આજે જ મુંબઈની બોરીવલી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *