અનુષ્કા શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ અને તેના કેટલાક કલાકો બાદ એમણે બુધવારે પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે એક સેલ્ફી શેર કરી અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં વેલેશનની પહેલી તસ્વીર શેર કરી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે અનુષ્કાએ વિરાટને પકડી રાખેલ છે બંને એકબીજાનું.
માથું સામ સામે ટેકવી રાખ્યું છે બંને અજાણ્યા લોકેશન પર ગયેલ છે તસ્વીરમાં બંને કપલ સાથે સેલ્ફી લેતા સ્માઈલ આપતા જોવા મળી રહ્યા છે સામે આવેલ તસ્વીરમાં અનુષ્કાને વ્હાઈટ અને ગ્રીન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોઈ શકાય છે એક્ટરે ગળામાં બે નેકપીસ પણ પહેર્યા છે જયારે વિરાટ કોહલી સ્લીવલેસ બ્લેક ટીશર્ટમાં જોઈ શકાય છે.
વિરાટના ગળામાં પણ લાંબો નેકપીસ નાખેલ છે અનુષ્કાએ આ તસ્વીરમાં કેપશન કંઈ નાખ્યું નથી તસ્વીરમાં બેગ્રાઉનમાં સફેદ રેત જોઈ શકાય છે તેના પહેલા અનુષ્કા અને વિરાટ મુંબઈ એરપોર્ટ પર એકબીજાંનો હાથ પકડેલ દેખાય હતા તેઓ જયારે વેકેશન પર નીકળ્યા હતા એમની તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ રહી છે.