Cli
another twist about sima haidar case

સીમા હૈદર મામલે એટીએસ દ્વારા ગૃહમંત્રાલયને મોકલાયો રિપોર્ટ…

Breaking

સીમા હૈદર,હાલમાં આ નામ કોઈ સેલિબ્રિટી નામ કરતા ઓછું મહત્વનું નથી.ભારતીય યુવક સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી આ મહિલાને લઈ હાલમાં અલગ અલગ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સીમા પાસે ૫ પાસપોર્ટ,૪મોબાઈલ અને એક પાકિસ્તાની સીમકાર્ડ મળી આવતા તે જાસૂસ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

જોકે આ તમામ આશંકાઓ વચ્ચે હાલમાં જ યુપી એટીએસ દ્વારા સીમાની પૂછપરછ કરવામાં આવી જે દરમિયાન સીમા જાસૂસ છે કે કેમ?તે અંગે જાણકારી મેળવવા તેને અનેક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હાલમાં જ આ પૂછપરછ અંગે મહત્વની ખબર સામે આવી છે.ખબર અનુસાર એટીએસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે ગૃહમંત્રાલયમાં મોકલવામાં આવશે.

જે બાદ સીમાને પાકિસ્તાન પરત મોકલવા અંગે ગૃહમંત્રાલયનો નિર્ણય માન્ય ગણાશે વાત કરીએ એટીએસ રીપોર્ટની વિગત અંગે તો રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સીમા અને સચિનની પહેલી વાત વર્ષ ૨૦૨૦માં થઈ હતી જે બાદથી જ સીમાએ ભારત આવવા પૈસા એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સીમાએ પતિના પૈસાથી વર્ષ ૨૦૨૧માં પાકિસ્તાનમાં એક ઘર ખરીદ્યું હતું.જો કે બાદમાં વર્ષ ૨૦૨૨માં આ જ મકાન વેચી તેને ભારત આવવાની તૈયારી કરી હતી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સીમા વર્ષ ૨૦૨૨માં પહેલીવાર ટૂરિસ્ટ વિઝા પર ૧૫ દિવસ માટે નેપાળ આવી હતી.

સચિન પણ માર્ચ ૨૦૨૨માં તેને મળવા નેપાળ પહોચ્યો હતો. જે બાદ બંને વિનાયક નામની હોટલમાં સાથે રહ્યા હતા.જો ૧૫ દિવસ બાદ સીમા પાકિસ્તાન પરત ગઈ હતી.જે બાદ વર્ષ ૨૦૨૩માં તે ૪બાળકો સાથે ભારત આવવા નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *