અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,407 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 967 રૂપિયાથી લઇને 1,459 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 977 ક્વિનટલ કપાસની આવક થઇ હતી. તેમજ યાર્ડમાં તલ કાશ્મીરીનાં ભાવ ખેડૂતોને સારા મળ્યાં હતાં.
અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 580 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 613 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 300 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી.
યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1710 રૂપિયાથી લઇને 3,325 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2295 રૂપિયાથી લઇને 3,255 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 217 ક્વિન્ટલ તલની આવકનો થઈ હતી.